ઇમામ માલિક રહમતુલ્રાહી અલૈહ અને અઝમતે રસૂલ (ﷺ) .... !!
ઇતિહાસમાં ઉલ્લેખ છે કે એકવાર હઝરત ઇમામ માલિક રહમતુલ્રાહી અલૈહ સાથે તેમના સમયના શાસક અમીર-ઉલ-મોમિનીન અબુ જાફર અલ-મન્સૂરે મસ્જિદે નબવીમાં કોઈ બાબતે ચર્ચા કરી અને તેમનો અવાજ ઊંચો થઈ ગયો, તો ઇમામ માલિક રહમતુલ્રાહી અલૈહ એ ફરમાવ્યું કે, "હે અમીર-ઉલ-મોમિનીન! આ મસ્જિદમાં અવાજ ઊંચો ન કરો. અલ્લાહે સહાબાના એક સમૂહને આ અદબ (શિષ્ટાચાર) શીખવ્યો છે: { لَا تَرْفَعُوْا أَصْوَاتَکُمْ فَوْقَ صَوْتِ النَّبِيِّ } તરજૂમો: (પોતાના અવાજને નબીના અવાજથી ઊંચો ન કરો) અને બીજા એક સમૂહની પ્રશંસા આ રીતે કરી છે: { اِنَّ الَّذِیْنَ یَغُضُّوْنَ أَصْوَاتَھُمْ عِنْدَ رَسُوْلِ اللّٰہِ } તરજૂમો: (જે લોકો રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વ સલ્લમની પાસે પોતાનો અવાજ ધીમો રાખે છે)." અને પછી ફરમાવ્યું કે, "આપ ﷺ ની અઝમત (મહિમા અને આદર), વફાત (અવસાન) પછી પણ એવી જ રીતે છે જેવી રીતે આપના જીવનકાળમાં હતી."
(તરતીબ અલ-મદારિક લિલ-કાઝી અયાઝ: ૧/૬૮, ખુલાસત અલ-વફા લિસ-સમ્હૂદી: ૧/૫૧)