રિક્શા હાઇવેના ડાબા ભાગ પર દોડી રહી હતી કે ડાબી તરફથી હાઇવેમ...
Ummah Post
21 October, 2026

રિક્શા હાઇવેના ડાબા ભાગ પર દોડી રહી હતી કે ડાબી તરફથી હાઇવેમાં જોડાતા એક પાતળા રસ્તા પરથી એક ગાડી રોકાયા વગર અચાનક રિક્શાની સામે આવી ગઈ. રિક્શા ડ્રાઇવરે પૂરી તાકાતથી બ્રેક દબાવતા રિક્શાને જમણી તરફ વાળી અને અમે બાલ-બાલ બચી ગયા, જોકે મારો જીવ તાળવે ચોંટી ગયો હતો.

ગાડીનો ડ્રાઇવર પોતાની ભૂલની માફી માંગે તેના બદલે ખુલ્લા કાચમાંથી માથું બહાર કાઢીને અમને કોસવા (ગાળો આપવા) લાગ્યો. મારો વિચાર હતો કે રિક્શા ડ્રાઇવર તેને ઈંટનો જવાબ પથ્થરથી આપશે કારણ કે ભૂલ તે કારવાળાની હતી, પરંતુ રિક્શા ડ્રાઇવરે હસીને ખૂબ જ મૈત્રીપૂર્ણ રીતે હાથ હલાવ્યો. મેં રિક્શા ડ્રાઇવરને કહ્યું, “અંકલ તેણે તો તમારી રિક્શાને બરબાદ કરવામાં અને આપણને બંનેને હોસ્પિટલ મોકલવામાં કોઈ કસર નહોતી છોડી અને તમે હસીને તેને અલવિદા કહ્યું?”

રિક્શા ડ્રાઇવર કહેવા લાગ્યો, કેટલાક લોકો વંચિતતા, નિષ્ફળતાઓ અને મૂર્ખ હોવાના કારણે ભરેલા કચરાના ટ્રક જેવા હોય છે. જ્યારે તેમના મગજમાં બહુ વધારે કચરો ભેગો થઈ જાય છે તો જ્યાંથી પસાર થાય છે ત્યાં ગંદકી વેરતા જાય છે. અને ક્યારેક સારા-ભલા લોકો પર પણ આ ગંદકી નાખી દે છે. એવું બનવાની સ્થિતિમાં નારાજ થવાનો કોઈ ફાયદો નથી, પોતાના પર ખરાબ અસર લીધા વગર પસાર થઈ જવું જોઈએ નહિતર તમે પણ તેનાથી લીધેલી ગંદકી પોતાના સાથીઓ પર ઠાલવવા લાગશો. અને હું આશ્ચર્યથી આ રિક્શા ડ્રાઇવર તરફ જોવા લાગ્યો જેણે આટલી સહેલાઈથી મને આટલી મોટી વાત સમજાવી દીધી.

બોધ: કેટલાક લોકોની ટેવ હોય છે પોતાની ભૂલની માફી માંગવાને બદલે સામે વાળા પર ભડકવા લાગે છે, જવાબમાં અમે પણ તેને રોકડદંડ આપવા (સામો જવાબ આપવામાં) કોઈ કસર નથી છોડતા જેનાથી નુકસાન સિવાય કંઈ હાથ નથી લાગતું. સમજદારીથી કામ લેતા જો આપણે આપણા સારા વર્તન અને નમ્રતાનું પ્રદર્શન કરીને નીકળી જઈએ તો સમયની બચત સાથે આપણા મગજ અને વાણીની સુરક્ષા સાથે સામે વાળાને વિચારવા માટે મજબૂર જરૂર કરી શકીએ છીએ.

Share this article
દુનિયા માટે સૌથી બદસૂરત પરંતુ પોતાના સમયના શ્રેષ્ઠ પાત્ર
લેખો

દુનિયા માટે સૌથી બદસૂરત પરંતુ પોતાના સમયના શ્રેષ્ઠ પાત્ર

લિઝીને દુનિયાની સૌથી બદસૂરત મહિલા કહેવામાં આવી, તેના પર લાખો મીમ્સ બનાવવામાં આવ્યા, તેને ત્યાં સુધી કહેવામાં આવ્યું કે આટલી બદસૂરતતા સાથે જીવવા કરતાં મરી જવું સારું, પણ તેણે હિંમત ન હારી અને ગ્રેજ્યુએશન પછી ત્રણ પુસ્તકો લખીને લાખો સુંદરતા વાળાના મોં બંધ કરી દીધા અને પછી તે દુનિયાની શ્રેષ્ઠ મોટિવેશનલ...