/17nov2025/  "ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલયહી રાજીઊન" (બેશક આપણ...
Ummah Post
18 November, 2025

/17nov2025/ "ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલયહી રાજીઊન" (બેશક આપણે અલ્લાહના જ છીએ અને આપણે તેની જ તરફ પાછા ફરવાનું છે)

બ્રેકિંગ ન્યૂઝ:

મદીના પાસે ઉમરાહ ઝાયરીનોની (યાત્રાળુઓની) બસને ભયાનક અકસ્માત નડ્યો છે. પ્રારંભિક માહિતી મુજબ ૪૨ ભારતીય ઉમરાહ ઝાયરીનોના મોતના મુખમાં હોવાની આશંકા છે.

વિગતો મુજબ, મક્કાથી મદીના જતી વખતે એક મુસાફર બસ ડીઝલ ટેન્કર સાથે અથડાઈ હતી. આ અકસ્માત વહેલી સવારે ૧:૩૦ વાગ્યે (ભારતીય સમય મુજબ) 'મુફરહાત' નામના સ્થળે થયો હતો.

પ્રારંભિક અહેવાલો અનુસાર, મૃત્યુ પામેલા અને ઇજાગ્રસ્તોમાં મહિલાઓ, બાળકો અને હૈદરાબાદના અસંખ્ય ઝાયરીનો સામેલ હોવાની આશંકા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બસમાં ૨૦ મહિલાઓ અને ૧૧ બાળકો પણ સવાર હતા.

ઝાયરીનો ઉમરાહની અદાયગી (ધાર્મિક વિધિ) કર્યા પછી મદીના મુનવ્વરા તરફ મુસાફરી કરી રહ્યા હતા, અને અકસ્માત સમયે મોટાભાગના મુસાફરો સૂતા હતા.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર મૃત્યુઆંક ૪૨ હોવાનું કહેવાય છે, જોકે સત્તાવાળાઓ તરફથી આખરી પુષ્ટિ હજી બાકી છે.

બચાવ કામગીરી (રેસ્ક્યૂ) ની ટીમો અકસ્માત સ્થળે હાજર છે અને રાહત કામગીરી ચાલુ છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

અલ્લાહ તઆલા તમામ મૃતકોની મગફિરત (પાપોની માફી) ફરમાવે, ઇજાગ્રસ્તોને શિફા-એ-કામિલા (સંપૂર્ણ સ્વાસ્થ્ય) અતા ફરમાવે અને તેમના પરિવારજનોને સબ્ર-એ-જમીલ (ધીરજ) અતા કરે. આમીન.

~______________________________________~

Share this article
પડોશીઓ પ્રત્યે માન અને અજોડ સાદગી:
લેખો

પડોશીઓ પ્રત્યે માન અને અજોડ સાદગી:

હઝરત મૌલાના સૈયદ અસગર હુસૈન રહમતુલ્લાહી અલૈહ (જેઓ પોતાના મળવાવાળાઓમાં હઝરત મિયાં સાહેબના નામથી પ્રખ્યાત હતા) દારુલ ઉલૂમ દેવબંદના એવા ઉસ્તાદોમાંના એક હતા જેઓ કીર્તિ અને દેખાડાથી હંમેશાં કોસો દૂર રહ્યા. તેમણે આખી જિંદગી ઇસ્લામી જ્ઞાન (ઉલૂમ)ના શિક્ષણની સેવા આપી અને હજારો વિદ્યાર્થીઓને પોતાના જ્ઞાનથી તૃ...