શિક્ષકે વર્ગના દરેક બાળકને એક સ્વાદિષ્ટ ટૉફી (ચોકલેટ) આપી અન...
Ummah Post
4 June, 2025

શિક્ષકે વર્ગના દરેક બાળકને એક સ્વાદિષ્ટ ટૉફી (ચોકલેટ) આપી અને પછી એક અજીબ સૂચના આપી:

"સાંભળો બાળકો! તમારામાંથી કોઈએ દસ મિનિટ સુધી પોતાની ટૉફી ખાવાની નથી." આટલું કહીને તેઓ ક્લાસરૂમની બહાર ચાલ્યા ગયા.

વર્ગમાં શાંતિ છવાઈ ગઈ, દરેક બાળક પોતાની ટૉફીને આતુરતાથી જોઈ રહ્યું હતું. સમય વીતતો ગયો અને દસ મિનિટ પૂરી થઈ. શિક્ષક પાછા આવ્યા અને વર્ગનું નિરીક્ષણ કર્યું. સાત બાળકો એવા હતા જેમની ટૉફી જેમની તેમ જ હતી, જ્યારે બાકીના બધા બાળકો ટૉફી ખાઈ ચૂક્યા હતા. શિક્ષકે ચુપકેથી તે સાત બાળકોના નામ પોતાની ડાયરીમાં નોંધી લીધા અને ભણાવવાનું શરૂ કર્યું.

આ શિક્ષકનું નામ પ્રોફેસર વોલ્ટર મિશેલ હતું.

થોડા વર્ષો પછી પ્રોફેસર વોલ્ટરે ફરીથી તે બાળકો વિશે સંશોધન (રિસર્ચ) કર્યું. તેમને જાણવા મળ્યું કે તે સાત બાળકો જીવનમાં ઘણી સફળતાઓ મેળવી ચૂક્યા હતા, જ્યારે બાકીના વિદ્યાર્થીઓ સામાન્ય જીવન જીવી રહ્યા હતા અને કેટલાક કપરી આર્થિક તેમજ સામાજિક પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા હતા.

પ્રોફેસર વોલ્ટરે આ સંશોધનનું પરિણામ એક વાક્યમાં તારવ્યું:

"જે માણસ દસ મિનિટ સુધી ધીરજ (સબ્ર) નથી રાખી શકતો, તે જીવનમાં ક્યારેય પ્રગતિ કરી શકતો નથી."

આ સંશોધનને વૈશ્વિક સ્તરે ખૂબ પ્રશંસા મળી અને તેનું નામ "માર્શમેલો થીયરી" પડી ગયું, કારણ કે બાળકોને આપવામાં આવેલી ટૉફીનું નામ "માર્શમેલો" હતું.

આ થીયરી મુજબ, દુનિયાના સૌથી સફળ લોકોમાં એક ખાસ ગુણ "ધીરજ" પણ જોવા મળે છે, જે માણસની સહનશક્તિને વધારે છે. તેના કારણે માણસ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ નિરાશ નથી થતો અને એક અસાધારણ વ્યક્તિત્વ બની જાય છે.

જો કે ધ્યાનમાં રહે કે આ કોઈ મજબૂરી વાળી ધીરજ નથી, પણ પોતાની મરજી (પસંદગી) વાળી ધીરજ છે.

આ જ સહનશક્તિ તેમને સફળતાના શિખરો સુધી પહોંચાડે છે.

Share this article
માહે રમઝાનના સામાજિક ફાયદાઓ
લેખો

માહે રમઝાનના સામાજિક ફાયદાઓ

માહે રમઝાનુલ મુબારક મુસ્લિમો માટે માત્ર એક ઇબાદતનો (ભક્તિનો) મહિનો નથી, પરંતુ તે એક એવો મહિનો છે જે ન માત્ર વ્યક્તિની રુહાની (આધ્યાત્મિક) તાલીમ કરે છે, પણ સામાજિક જીવન પર ઊંડી અને સકારાત્મક અસરો કરે છે. આ મહિનો એક એવી તક પૂરી પાડે છે જ્યાં માણસ વ્યક્તિગત સુધારણાની સાથે સાથે સામાજિક કલ્યાણ માટે વ્યવહ...