"એક ધ્રુજતો હાથ, એક કાંપતી લાકડી અને એ આંખોમાં એવો સવાલ જે ક...
Ummah Post
8 April, 2025

"એક ધ્રુજતો હાથ, એક કાંપતી લાકડી અને એ આંખોમાં એવો સવાલ જે કોઈને દેખાતો નથી—

'શું આપણે ખરેખર આટલા લાચાર થઈ ગયા?'

આ એ જ હાથ છે જેણે આંગળી પકડીને ચાલતા શીખવ્યું હતું. એ જ પગ જે રાતોના જાગીને તમારા માટે દોડતા હતા, આજે દરવાજા પર તમારી રાહ જોઈ રહ્યા છે. પણ તમને ફુરસદ નથી. તમારી પાસે દુનિયાની દરેક વ્યસ્તતા છે, સિવાય કે એ ચહેરાઓને જોવાની જે તમારા એક સ્મિત (મુસ્કુરાહટ) માટે તરસતા હોય.

એક સૂકી લાકડી ઓછામાં ઓછું પડવાથી બચાવી શકે છે, પરંતુ એ સંતાન જે મા-બાપના ઘડપણનો સહારો ન બને, તે લાકડી કરતાં પણ વધુ ખરાબ છે. એ માતા-પિતા જે જુવાનીમાં તમારી દરેક જીદ પૂરી કરતા હતા, આજે તમારી બેદરકારીના બોજ નીચે દબાઈને ડસકાં ભરી રહ્યા છે.

સમય ચોક્કસ પાછો ફરે છે, સાવધ રહો!"

Share this article
દુનિયાની હકીકત અને આખરી સફરની તૈયારી
લેખો

દુનિયાની હકીકત અને આખરી સફરની તૈયારી

રસૂલુલ્લાહ ﷺ ફરમાવતા હતા: "મારો દુનિયા સાથે શો સંબંધ? મારી દુનિયાની મિસાલ (ઉદાહરણ) તો એવી જ છે કે જેમ કોઈ સવાર કોઈ ઝાડના છાંયડામાં (આરામ કરવા માટે) રોકાઈ જાય, પછી તેને છોડીને ચાલતો બને." હઝરત ઈસા અલૈહિસ્સલામે પોતાના સાથીઓને વસીયત ફરમાવી: "(દુનિયામાંથી) પસાર થઈ જાવ, તેને આબાદ કરવામાં ન પડો." એક...