* _આતિકાહ બિન્તે ઝૈદ (રઝિયલ્લાહુ અન્હા)_*
તેમણે અબ્દુલ્લાહ બિન અબી બક્ર (રઝિ.) સાથે નિકાહ કર્યા, તેઓ શહીદ થઈ ગયા.
પછી ઝૈદ બિન અલ-ખત્તાબ (રઝિ.) સાથે નિકાહ કર્યા, તેઓ શહીદ થઈ ગયા.
પછી ઉમર બિન અલ-ખત્તાબ (રઝિ.) સાથે નિકાહ કર્યા, તેઓ શહીદ થઈ ગયા.
પછી ઝુબૈર બિન અલ-અવ્વમ (રઝિ.) સાથે નિકાહ કર્યા, તેઓ શહીદ થઈ ગયા.
પછી હુસૈન બિન અલી (રઝિ.) સાથે નિકાહ કર્યા, તેઓ શહીદ થઈ ગયા.
ત્યાં સુધી કે મદીનાના લોકો કહેવા લાગ્યા, "જે વ્યક્તિ શહાદત મેળવવા ઈચ્છતો હોય, તેણે આશા રાખીને આમની સાથે નિકાહ કરી લેવા જોઈએ..."
(તબાકાત ઇબ્ન સાદ, ૩/૧૦૪)
અને આપણા સમાજમાં જો એક પતિ (શૌહર) અવસાન પામે, તો તે સ્ત્રીને મનહૂસ (અપશુકનિયાળ) જાહેર કરી દેવામાં આવે છે.