મલફૂઝ: ભોળા હોવું કમાલ નથી
*મલફૂઝાતે હકીમુલ ઉમ્મત મુજદ્દિદુ...
Ummah Post
24 March, 2025

મલફૂઝ: ભોળા હોવું કમાલ નથી

*મલફૂઝાતે હકીમુલ ઉમ્મત મુજદ્દિદુલ મિલ્લત હઝરત મૌલાના મોહમ્મદ અશરફ અલી થાનવી રહમતુલ્લાહ અલયહ*

*ભોળા હોવું કમાલ નથી*

ઇરશાદ ફરમાવ્યો કે ખૂબ સમજી લો કે બુઝુર્ગોમાં વધારે કામિલ (પૂર્ણ) એ છે જેની હાલત નબી ﷺ ની સાથે વધારે મુશાબેહ (મળતી આવતી) હોય. તો કોઈ નબી ભોળા નહોતા થયા, જેટલા નબી થયા છે તે બધા અત્યંત હોશિયાર અને બેદાર-મગ્ઝ (જાગૃત મગજના) હતા. તેથી વધારે કામિલ એ જ હશે જે અત્યંત હોશિયાર હોય, ભોળા હોવું કોઈ કમાલ નથી, ભોળો માણસ પણ સમજશે કોઈના મક્ર (કપટ) ને? જ્યારે ઇન્સાનના જ કપટને નહીં સમજે તો શૈતાનના કપટને શું ખાક સમજશે કારણ કે શૈતાનનું કપટ તો ઇન્સાનના કપટ કરતાં વધુ સખત છે. એમ વઝીફો પઢવો એ અલગ વાત છે, બાકી તરબિયત (કેળવણી) જેનું નામ છે તે ભોળા માણસથી થઈ શકે નહીં. તરબિયત અને ઇસ્લાહ (સુધારણા) બીજાઓની એ જ કરી શકે છે જે અત્યંત હોશિયાર અને બેદાર-મગ્ઝ હોય, આથી બૈઅત પણ પસંદગી કરીને આવા જ શખ્સ સાથે કરવી જોઈએ.

(૩૧૩ અશરફી જવાહરાત, સફા ૨૨)

Share this article
દિલ અને દિમાગનું સંતુલન
લેખો

દિલ અને દિમાગનું સંતુલન

દુનિયા દિલ અને દિમાગને એક જ ખાનામાં મૂકી દે છે, બંનેના છેડા એકબીજા સાથે એવી રીતે જોડી દે છે જાણે તેમનામાં કોઈ તફાવત કે વિશેષતા ન હોય, અથવા તો પછી એક અંત એ છે કે બંને વચ્ચે એટલી બધી દૂરી ઊભી કરી દે છે જાણે બંનેનું અસ્તિત્વ જ એકબીજાથી દૂર અને અલગ રહેવાનું હોય. સાચી વાત એ છે કે બંને રસ્તા અતિવાદના (ઇન્...