હે વ્યાકુળ દિલ (દિલ-એ-મુઝતરિબ)! તારી શાંતિ (સુકૂન) ક્યાં ખોવ...
Ummah Post
1 January, 2024

હે વ્યાકુળ દિલ (દિલ-એ-મુઝતરિબ)! તારી શાંતિ (સુકૂન) ક્યાં ખોવાઈ ગઈ, તારી ખુશી શું થઈ, તારો ચેન કોણે બરબાદ કરી દીધો? તું પણ અજીબ છે, થોડી મુશ્કેલથી પ્રાપ્ત થતી (મુશ્કિલ-ઉલ-હુસૂલ) ઈચ્છાઓ પાછળ પડીને તેં તારા સુકૂન અને સંતોષને જ દાવ પર લગાડી દીધો!!!

જો! સુકૂનથી મોટી કોઈ દોલત નથી, ખુશ રહેતા શીખ! સાદું પાણી પીને, વૃક્ષો અને દીવાલોના પડછાયામાં બેસીને, આ થોડા દિવસોની જિંદગી પછીની કાયમી (શાશ્વત) શાંતિ વિશે વિચારીને. ખુશ રહેતા શીખ! હોલા અને કોયલના ગીતો સાંભળીને, બુલબુલના મંત્રમુગ્ધ કરી દેનારા અવાજોથી મંત્રમુગ્ધ થઈને, પતંગિયાને દીવાની આસપાસ ઘૂમતું જોઈને.

ચકલીઓના કલરવ અને નદીઓના પ્રવાહના અવાજને અનુભવ કર! પોતાના મનની દુનિયા વસાવ! એકલતા સાથે દિલ લગાડ, પુસ્તકોને જીવથી વહાલા મિત્ર બનાવ! નિરાશા છોડ અને મહેનતથી કામ કર, અને આ બધાની સાથે સાથે રબ (ઈશ્વર)નું નામ લે.

Share this article
મુસ્લિમ ઉમ્મત ધર્મપરિવર્તન (ઇર્તિદાદ) ના આરે...!! (ધર્મપરિવર્તન તરફ દોરી જતી એક નવી યુક્તિ, અજીબ ખુલાસો)
લેખો

મુસ્લિમ ઉમ્મત ધર્મપરિવર્તન (ઇર્તિદાદ) ના આરે...!! (ધર્મપરિવર્તન તરફ દોરી જતી એક નવી યુક્તિ, અજીબ ખુલાસો)

જ્યાં સુધી તબલીગી જમાતમાં જવાનું નહોતું થયું, ત્યાં સુધી આ કામનું કોઈ ખાસ મહત્વ નહોતું. બસ એવું સાંભળતા હતા કે અલ્લાહના માર્ગમાં નીકળો, ઈમાનનું મહત્વ ખબર પડશે, લોકોની પરિસ્થિતિનો અંદાજો આવશે, ઉમ્મત દીનથી કેટલી દૂર છે, લોકોને કલમો નથી આવડતો વગેરે વગેરે. આ બધી વાતો સાંભળતા તો હતા, પણ એક કાનેથી સાંભળીન...