મૌલાના અશરફ અલી થાનવી (રહમતુલ્લાહ અલયહ) તો ત્યાં સુધી ફરમાવે...
Ummah Post
22 December, 2023

મૌલાના અશરફ અલી થાનવી (રહમતુલ્લાહ અલયહ) તો ત્યાં સુધી ફરમાવે છે કે ગીબત (પીઠ પાછળ નિંદા) થી બચવાનો સરળ રસ્તો એ છે કે બીજાનો ઉલ્લેખ કરો જ નહીં, ન ભલાઈથી ઉલ્લેખ કરો અને ન બુરાઈથી ઉલ્લેખ કરો કારણ કે આ શૈતાન મોટો ખબીસ (દુષ્ટ) છે. એટલા માટે કે જ્યારે તમે કોઈનો ઉલ્લેખ ભલાઈથી કરશો કે ફલાણો માણસ બહુ સારો માણસ છે, તેની અંદર આ ભલાઈ છે, તો મગજમાં આ વાત રહેશે કે હું તેની ગીબત તો નથી કરી રહ્યો પણ ભલાઈથી તેનો ઉલ્લેખ કરી રહ્યો છું, પરંતુ પછી એવું થશે કે તેની ભલાઈઓ બયાન કરતાં કરતાં શૈતાન વચ્ચે કોઈ એવું વાક્ય નાખી દેશે જેનાથી તે ભલાઈ બુરાઈમાં બદલાઈ જશે. દાખલા તરીકે તે કહેશે કે ફલાણો માણસ છે તો બહુ સારો માણસ.. "પરંતુ" તેની અંદર ફલાણી ખામી છે. આ શબ્દ ”પરંતુ“ આવીને બધું કામ બગાડી દેશે. તેનું પરિણામ એ આવશે કે વાતચીતની દિશા ગીબત તરફ વળી જશે. તેથી હઝરત થાનવી ફરમાવે છે કે બીજાઓનો ઉલ્લેખ કરો જ નહીં, ન ભલાઈથી ન બુરાઈથી. અને જો કોઈનો ઉલ્લેખ ભલાઈથી કરી રહ્યા હોવ, તો જરા કમર કસીને (ખૂબ સાવચેત થઈને) બેસો જેથી શૈતાન ખોટા રસ્તે ન નાખી દે.

Share this article
સુલ્તાન મહમૂદ અને ચોરોની હિકાયત
લેખો

સુલ્તાન મહમૂદ અને ચોરોની હિકાયત

મૌલાના રૂમીએ સુલ્તાન મહમૂદ ગઝનવીનો એક અજીબ કિસ્સો લખ્યો છે જે ખૂબ જ બોધદાયક અને સબક આપનારો છે. તે એ કે સુલ્તાન મહમૂદ ગઝનવીના જમાનામાં ચોરોનો ત્રાસ વધી ગયો હતો, અને બાદશાહ આના કારણે પરેશાન હતો. ચોરોને પકડવા માટે તેણે એક અજીબ યુક્તિ શોધી કાઢી: તેણે પોતાના શાહી વસ્ત્રો ઉતારી દીધા અને ચોરો જેવા ફાટેલા-ત...