શું ડિજિટલ યુગમાં વાચન (અધ્યયન) શક્ય છે?
જી હા, માત્ર શક્ય...
Ummah Post
13 November, 2024

શું ડિજિટલ યુગમાં વાચન (અધ્યયન) શક્ય છે?

જી હા, માત્ર શક્ય જ નથી પણ સરળ પણ છે, બસ માણસ સોશિયલ મીડિયાના ઉપયોગની મર્યાદાઓ નક્કી કરી લે, કયા પ્લેટફોર્મથી ફાયદો થશે અને કઈ એપ્લિકેશન્સનો ઉપયોગ કરવો જોઈએ તેની સમજ મેળવી લે. જો ટેકનોલોજીનો સકારાત્મક ઉપયોગ પૂરા હોશભેર, તેના ફાયદા અને ગેરફાયદાને ધ્યાનમાં રાખીને કરવામાં આવે, તો પુસ્તક વાચનના ઘણા રસ્તાઓ ખુલી જશે. ગરીબ અને મધ્યમ વર્ગ પુસ્તકોના ખર્ચના બોજ નીચે દબાતા બચી જશે. ટેકનોલોજીના કારણે શૈક્ષણિક સ્તરમાં વધારો થયો છે; એક સંશોધન મુજબ, ૨૦૨૦ ની સરખામણીએ ૨૦૨૨ માં લેખકો અને સાહિત્યકારોની સંખ્યામાં વધુ ૩૨ ટકાનો વધારો થયો છે. એ વાત સાચી છે કે લોકો ઓનલાઇન કરતાં ઓફલાઇન પુસ્તક વાચનને વધુ પસંદ કરે છે, પરંતુ ઓનલાઇન રીડિંગના કારણે વાચકોની ટકાવારીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે.

(પુસ્તક: માસિક અલ-રશીદ લખનૌ, નવેમ્બર.

પસંદગી: ઇસ્લામિક ટ્યુબ પ્રો એપ)

Share this article
એક જ સફમાં ઊભા રહી ગયા મહેમૂદ અને અયાઝ
લેખો

એક જ સફમાં ઊભા રહી ગયા મહેમૂદ અને અયાઝ

ઇમામ અબુ યુસુફ રહમતુલ્લાહ અલયહી હારુન રશીદના ઝમાનામાં પૂરા આલમ-એ-ઇસ્લામના કાઝી-ઉલ-કુઝઆત (મુખ્ય ન્યાયાધીશ) હતા, એક વાર તેમની પાસે ખલીફા હારુન રશીદ અને એક નસરાની (ખ્રિસ્તી)નો મુકદ્દમો આવ્યો, ઇમામે ફેંસલો નસરાનીના હકમાં કર્યો, આ પ્રકારના દરખ્શાં (ચમકતા) વાકિયાત તારીખ-એ-ઇસ્લામના વરક-વરક (પાને-પાને) પર વ...