એક માણસ ગધાગાડી પર કાચ રાખીને લઈ જઈ રહ્યો હતો, ત્યારે રસ્તામ...
Ummah Post
12 December, 2023

એક માણસ ગધાગાડી પર કાચ રાખીને લઈ જઈ રહ્યો હતો, ત્યારે રસ્તામાં ખુલ્લા ગટરના કારણે ગાડી પલટી ગઈ અને કાચ તૂટી ગયો. તે માણસ ફૂટપાથ પર માથું પકડીને બેસી ગયો અને રડવા લાગ્યો કે હવે માલિકને શું જવાબ આપીશ.... આસપાસના લોકો પણ આવીને સહાનુભૂતિ અને સાંત્વના આપવા લાગ્યા. એટલામાં એક વડીલ આવ્યા અને તે માણસના હાથમાં સો રૂપિયાની નોટ મૂકીને કહ્યું, "દીકરા, હું જાણું છું કે આનાથી તારું નુકસાન તો પૂરું નહીં થાય, પણ તોય આ રાખી લે." તે વડીલની દેખાદેખીમાં આસપાસ ઉભેલા લોકોએ પણ સો-પચાસ રૂપિયાથી તે માણસની મદદ કરી દીધી. થોડી જ વારમાં કાચના પૂરા પૈસા ભેગા થઈ ગયા. તે માણસ બધા લોકોનો આભાર માનવા લાગ્યો. તેમાંથી એક વ્યક્તિ બોલ્યો, "જો આભાર જ માનવો હોય તો તે વડીલનો માનો, જે આપણને આ રાહ બતાવીને ચુપકેથી નીકળી ગયા."

હકીકત પણ આ જ છે કે આપણે બધા નેક કામ કરવા ઈચ્છીએ છીએ, પણ સવાલ એ થાય છે કે પહેલું પગલું કોણ ઉઠાવે?? રાહ કોણ બતાવે??

આવો, આજે આપણે સંકલ્પ કરીએ કે આપણે જ પહેલું પગલું ઉઠાવવાનું છે અને આપણે જ રાહ બતાવવાની છે.

☆☆☆

Share this article
એક આશ્ચર્યજનક અને પ્રેરણાદાયી કિસ્સો
લેખો

એક આશ્ચર્યજનક અને પ્રેરણાદાયી કિસ્સો

એક તુર્ક મુસલમાન મસ્જિદ-એ-નબવી શરીફના આંગણામાં (અહાતામાં) ઊભા રહીને પોતાની આંખે જોયેલી ઘટના આ રીતે વર્ણવે છે: જું મસ્જિદ-એ-નબવીમાં ઊભો-ઊભો જોઈ રહ્યો હતો કે ચાર પોલીસવાળા કોઈની રાહ જોઈ રહ્યા છે. પછી એક વ્યક્તિ ત્યાં આવ્યો તો પોલીસવાળાઓએ દોડીને તેને કાબૂમાં કરી લીધો અને તેના હાથ બાંધી દીધા. નવયુવાન...