સૈયદુના દાઊદ (અલૈહિસ્સલામ) ફરમાવતા હતા કે: "જો બોલવું એ ચાંદ...
Ummah Post
6 December, 2023

સૈયદુના દાઊદ (અલૈહિસ્સલામ) ફરમાવતા હતા કે: "જો બોલવું એ ચાંદી છે, તો ચૂપ રહેવું એ સોનું છે."

— (ઇહ્યા ઉલૂમ-ઇદ્દીન: ૩/૧૭૮)

હઝરત હકીમ લુકમાનને કોઈએ પૂછ્યું કે, "આપ આટલા મોટા મોભા (મરતબા) સુધી કેવી રીતે પહોંચ્યા?" તેમણે ફરમાવ્યું: "સાચું બોલવાની અને નકામી (ફિઝૂલ) વાતોથી બચવાની બરકતથી પહોંચ્યો છું."

હઝરત અબૂ બક્ર સિદ્દીક (રઝિયલ્લાહુ અન્હુ) લા-યાની (નકામી અને અર્થહીન વાતો) થી બચવા માટે મોઢામાં કાંકરીઓ રાખતા હતા.

— (ઇહ્યા ઉલૂમ-ઇદ્દીન: ૩/૧૭૯)

હઝરત ઉમર બિન અલ-ખત્તાબ (રઝિયલ્લાહુ અન્હુ) ફરમાવે છે કે, "જે વ્યક્તિ બહુ વધારે બોલે છે તે ઘણી ભૂલો કરે છે; જે ઘણી ભૂલો કરે છે તેનાથી વધુ પ્રમાણમાં પાપ (ગુનાહ) થઈ જાય છે; અને જે વારંવાર ગુનાહ કરે છે તેના માટે જહન્નમ (નરક) જ વધુ યોગ્ય છે."

— (ફૈઝ અલ-કદીર: ૬/૨૮૩)

હઝરત હસન બસરી (રહમતુલ્લાહ અલૈહ) ફરમાવતા હતા કે: "જે માણસ પોતાની જીભની રક્ષા (હિફાઝત) નથી કરી શકતો, તે પોતાના દીન (ધર્મ) ની રક્ષા કરી શકતો નથી."

— (ઇહ્યા ઉલૂમ-ઇદ્દીન: ૩/૧૭૯)

Share this article
કમાલ છે ભાઈ!
લેખો

કમાલ છે ભાઈ!

અમારા ઘરની નજીક એક બેકરી છે. અવારનવાર સાંજના સમયે કામ પરથી પાછા ફરતી વખતે હું ત્યાંથી સવારના નાસ્તા માટે થોડો સામાન લઈને ઘરે જાઉં છું. આજે જ્યારે હું સામાન લઈને બેકરીમાંથી બહાર નીકળી રહ્યો હતો ત્યારે અમારા પડોશી ઇરફાન ભાઈ મળી ગયા. તેઓ પણ બેકરીમાંથી બહાર આવી રહ્યા હતા. મેં સલામ-દુઆ કરી અને પૂછ્યું, "...