સુકરાત (સોક્રેટિસ) ના પ્રખ્યાત વિચારો:
• "ગુસ્સાનો ઈલાજ, મૌ...
Ummah Post
10 November, 2024

સુકરાત (સોક્રેટિસ) ના પ્રખ્યાત વિચારો:

• "ગુસ્સાનો ઈલાજ, મૌન છે."

• "એ જરૂરી નથી કે મારી વાતનો સ્વીકાર કરવામાં આવે, પરંતુ એ જરૂરી છે કે તે સાચી હોય."

• "માણસ પોતાના વિચારોથી પોતાની દુનિયાને ફૂલોની સેજ અથવા કાંટાની પથારી બનાવી શકે છે!"

• "આપણને બે કાન, બે આંખો અને એક જીભ આપવામાં આવી છે અને તેમાં એ ઈશારો છે કે આપણે સાંભળવું અને જોવું વધુ જોઈએ, અને બોલવું ઓછું."

• "દુનિયામાં એકમાત્ર નેકી જ્ઞાન (વિદ્યા) છે, અને એકમાત્ર બુરાઈ અજ્ઞાનતા છે!"

• "સંતોષ એ કુદરતી સંપત્તિ છે, અને વૈભવ-વિલાસ એ કૃત્રિમ ગરીબી છે."

• "હંમેશા યાદ રાખો, મનુષ્યની કોઈ પણ સ્થિતિ કાયમી નથી; આથી સારા નસીબના સમયે હદથી વધુ ખુશ ન થાઓ અને ખરાબ નસીબના સમયે હદથી વધુ નિરાશ ન થાઓ."

• "શક્તિશાળી મગજ વિચારો પર ચર્ચા કરે છે, સરેરાશ મગજ ઘટનાઓ પર વાત કરે છે, અને નબળા મગજ લોકો પર ચર્ચા કરે છે."

• "વાત કરો જેથી હું તમને જોઈ શકું; તમારો અવાજ તમારા અસ્તિત્વની અભિવ્યક્તિ છે અને તે માત્ર બોલવાની ક્ષમતા કરતાં ઘણું વધારે છે. તમારી વાતો એ જ તમે છો."

અનુવાદક: આદિલ નોમાની

Share this article
દિલનું સદકા: એક ગરીબ મહિલાનો સુંદર પાઠ
લેખો

દિલનું સદકા: એક ગરીબ મહિલાનો સુંદર પાઠ

એક ગરીબ સ્ત્રીએ ખૂબ જ આદર સાથે અવાજ આપ્યો, "આવી જાઓ મેડમ, તમે અહીં બેસી જાઓ," એમ કહીને તેણે પોતાની સીટ પર એક શિક્ષિકાને બેસાડી દીધા અને પોતે બસમાં ઊભી રહી ગઈ. મેડમે, "ખૂબ ખૂબ આભાર, મારી તો બહુ ખરાબ હાલત હતી, સાચે જ," એમ કહીને દુઆઓ (આશીર્વાદ) આપી. તે ગરીબ સ્ત્રીના ચહેરા પર એક ખુશનુમા સ્મિત ફેલાઈ ગયું...