વિરોધ મક્કમતાથી કરો પણ દંભ (મુનાફિકત) ક્યારેય ન કરો, કારણ કે વિરોધ હિંમતવાન, બહાદુર અને ખાનદાન લોકો કરે છે જ્યારે દંભ એ કાયરો અને નીચ લોકોનું લક્ષણ છે.
મૌલાના રૂમીએ સુલ્તાન મહમૂદ ગઝનવીનો એક અજીબ કિસ્સો લખ્યો છે જે ખૂબ જ બોધદાયક અને સબક આપનારો છે. તે એ કે સુલ્તાન મહમૂદ ગઝનવીના જમાનામાં ચોરોનો ત્રાસ વધી ગયો હતો, અને બાદશાહ આના કારણે પરેશાન હતો. ચોરોને પકડવા માટે તેણે એક અજીબ યુક્તિ શોધી કાઢી: તેણે પોતાના શાહી વસ્ત્રો ઉતારી દીધા અને ચોરો જેવા ફાટેલા-ત...