✨ તરબિયત (ઉછેર) ✨

તમારું બાળક જ્યારે સ્કૂલે જઈ રહ્યું હ...
Ummah Post
19 October, 2024

✨ તરબિયત (ઉછેર) ✨

તમારું બાળક જ્યારે સ્કૂલે જઈ રહ્યું હોય અને તમે તેને વિદાય કરી રહ્યા હોવ, ત્યારે તેના ટિફિનમાં ખાવાની વસ્તુ બે નંગ રાખો અને તેને કહો: એક તમારા માટે છે અને બીજું તમારા સૌથી વહાલા મિત્ર માટે છે.

આ રીતે તમારું બાળક પ્રેમ અને ઉપકારનો પાઠ શીખશે.

બાળકની બેગમાં એક કરતાં વધુ પેન રાખો અને તેને કહો: જો કોઈ વિદ્યાર્થી પોતાની પેન ભૂલી જાય, તો તમે મદદ તરીકે આ પેન તેને આપી દેજો.

આ રીતે તમારું બાળક પોતાની જવાબદારીઓ અને બીજાને મદદ કરવાની ભાવના શીખશે.

જ્યારે બાળક ઘરે પાછું ફરે ત્યારે તેને કહો કે તેના આવવાથી ઘરની રોનક વધી જાય છે.

આ રીતે તેને પોતાના મૂલ્ય અને મહત્વનો અંદાજ આવશે.

જ્યારે તે ઘરે પાછો ફરે ત્યારે તેને પૂછો: આજે તમે સૌથી સારું કામ કયું કર્યું છે?

આ રીતે તેને સારા અને નરસાની પરખ થશે અને આગલી વખતે તે તમારા પૂછ્યા વગર જ તમને જણાવશે.

તરબિયત (ઉછેર) એક સરળ અને આસાન કળા છે, જીભથી લાંબુ-ચોડું ભાષણ આપવાનું નામ તરબિયત નથી.

Share this article
કરમાતી મશીન
લેખો

કરમાતી મશીન

આ વાર્તા સીરિયા (શામ) માં બની હતી, જેને એક દરજીના કારખાનાના માલિકે વર્ણવી છે. વાર્તાના કથાકાર કહે છે: હું એક દરજીના કારખાનાનો માલિક હતો. મારી એક પડોશણ હતી જેમના પતિ (શૌહર) અવસાન પામ્યા હતા અને તેઓ પોતાની પાછળ ત્રણ અનાથ (યતીમ) બાળકો છોડી ગયા હતા. એક દિવસ તે મારા કારખાનામાં આવી અને કહેવા લાગી: "...