ઇસ્લામી તારીખ (ઇતિહાસ)
ભાગ નંબર ૯

હઝરત ઇદ્રીસ અલૈહિસ્સલા...
Ummah Post
17 October, 2024

ઇસ્લામી તારીખ (ઇતિહાસ)

ભાગ નંબર ૯

હઝરત ઇદ્રીસ અલૈહિસ્સલામ

હઝરત ઇદ્રીસ અલૈહિસ્સલામ એક પ્રખ્યાત નબી (પયગંબર) છે, તેઓ હઝરત આદમ અલૈહિસ્સલામના વફાત (અવસાન) ના આશરે સો વર્ષ પછી અને હઝરત નૂહ અલૈહિસ્સલામથી એક હજાર વર્ષ પહેલાં બાબિલ શહેરમાં જન્મ્યા હતા. તેમણે હઝરત શીસ અલૈહિસ્સલામ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. ઇલ્મે નજીમ (ખગોળશાસ્ત્ર), ઇલ્મે હિસાબ (ગણિત), સિલાઈ, નાપ-તોલ, હથિયાર બનાવવાની કળા, અને લેખન તેમજ પુસ્તક કળાના શોધક અને સ્થાપક હઝરત ઇદ્રીસ અલૈહિસ્સલામ છે. તેમના સમયમાં અનેક ભાષાઓ બોલાતી હતી, અલ્લાહ તઆલાએ તેમને બધી ભાષાઓ શીખવી હતી, તેથી તેઓ લોકો સાથે તેમની જ ભાષામાં વાતચીત કરતા હતા. કુરઆન પાકમાં તેમનો ઉલ્લેખ આ રીતે કરવામાં આવ્યો છે કે તેઓ ખૂબ જ સાચા અને સબ્ર (ધીરજ) રાખનારા નબી હતા. તેમને અલ્લાહની નિકટતાનો ઊંચો દરજ્જો આપવામાં આવ્યો હતો. ઇતિહાસકારોએ તેમના અખ્લાક (ચરિત્ર) નું વર્ણન આ રીતે કર્યું છે કે તેઓ વાતચીતમાં ગંભીર અને શાંત સ્વભાવના હતા, ચાલતી વખતે જમીન પર નજર રાખતા અને વાત કરતી વખતે શહાદતની આંગળી (તર્જની) થી વારંવાર ઈશારો કરતા, તેમણે આખી જિંદગી દાવત અને તબ્લીગ (ધર્મના પ્રચાર) માં વિતાવી દીધી.

Share this article
હઝરત ઉમર (રઝિયલ્લાહુ અન્હુ) ના દરબારનો એક કિસ્સો / સંતાનોના અધિકારો
લેખો

હઝરત ઉમર (રઝિયલ્લાહુ અન્હુ) ના દરબારનો એક કિસ્સો / સંતાનોના અધિકારો

હઝરત ઉમર (રઝિયલ્લાહુ અન્હુ) ના દરબારમાં એક પિતાએ પોતાના પુત્ર વિરુદ્ધ દાવો (ફરિયાદ) કર્યો કે, "આ મારા અધિકારો (હક) અદા કરતો નથી!" હઝરત ઉમર (રઝિયલ્લાહુ અન્હુ) એ છોકરાને પૂછ્યું, તો તેણે કહ્યું, "હે અમીરૂલ મોમિનીન! શું પિતાનો જ બધો હક સંતાન પર છે કે સંતાનનો પણ પિતા પર કોઈ હક છે?" હઝરત ઉમર (રઝિયલ્લા...