ઇસ્લામી તારીખ (ઇતિહાસ)
ભાગ નંબર ૭

કાબીલ અને હાબીલ

કાબ...
Ummah Post
17 October, 2024

ઇસ્લામી તારીખ (ઇતિહાસ)

ભાગ નંબર ૭

કાબીલ અને હાબીલ

કાબીલ અને હાબીલ હઝરત આદમ અલૈહિસ્સલામના બે પુત્રો હતા. બંને વચ્ચે એક વાતને લઈને ઝગડો થઈ ગયો. કાબીલે હાબીલની હત્યા કરી નાખી, પૃથ્વી પર આ પ્રથમ મૃત્યુ હતું અને આ બાબતે હજી સુધી હઝરત આદમ અલૈહિસ્સલામની શરીઅતમાં કોઈ આદેશ મળ્યો ન હતો, તેથી કાબીલ પરેશાન હતો કે ભાઈના શવનું શું કરવું? અલ્લાહ તઆલાએ એક કાગડા દ્વારા તેને દફન કરવાની રીત શીખવી. આ જોઈને કાબીલ કહેવા લાગ્યો: હાય અફસોસ! શું હું એવો ગયો-ગુજરેલો (લાચાર) થઈ ગયો કે આ કાગડા જેવો પણ ન બની શક્યો. પછી તેણે પોતાના ભાઈને દફન કરી દીધો. અહીંથી જ દફન કરવાની પ્રથા ચાલી આવે છે. હુઝૂર સલ્લલ્લાહુ અલૈહી વ સલ્લમે કાબીલ વિશે ફરમાવ્યું: "દુનિયામાં જ્યારે પણ કોઈ વ્યક્તિની અન્યાયી રીતે હત્યા કરવામાં આવે છે, તો તેનો ગુનાહ હઝરત આદમ અલૈહિસ્સલામના પુત્ર (કાબીલ)ને જરૂર મળે છે, કારણ કે તે પ્રથમ વ્યક્તિ છે જેણે અન્યાયી હત્યાની શરૂઆત કરી અને આ નાપાક પ્રથા ચાલુ કરી." (મુસ્નદ અહમદ: ૩૬૨૩). એટલા માટે જ માણસે પોતાની જિંદગીમાં કોઈ ગુનાહની શરૂઆત (શોધ) ન કરવી જોઈએ, જેથી પછીથી તે ગુનાહ કરનારાઓનો ભાર (પાપ) તેના માથે ન આવે.

Share this article
રાજા અને સફરજન વેચનાર (ફારસી સાહિત્યમાંથી)
લેખો

રાજા અને સફરજન વેચનાર (ફારસી સાહિત્યમાંથી)

એક દિવસ એક શાસક (રાજા) મહેલમાં બેઠો હતો. ત્યારે જ તેણે મહેલની બહાર એક સફરજન વેચનારને અવાજ લગાવતા સાંભળ્યો: "સફરજન ખરીદો! સફરજન!" શાસકે બહાર જોયું તો એક ગ્રામીણ માણસ પોતાના ગધેડા પર સફરજન લાદીને બજાર જઈ રહ્યો છે. શાસકને સફરજન ખાવાની ઈચ્છા થઈ અને તેણે પોતાના વઝીરને કહ્યું: "ખજાનામાંથી 5 સોનાના સિક...