અહલે ઇલ્મ (વિદ્વાનો) પ્રત્યે વફાની એક દુર્લભ મિસાલ...
સાઉદી મુફ્તી-એ-આઝમ શેખ અબ્દુલ અઝીઝ આલ-શેખ (હફિઝહુલ્લાહ) એ ઇમામ ઇબ્ને હઝમ, હાફિઝ ઇબ્ને અબ્દુલ બર્ર, ઇમામ મુન્ઝિરી, ઇમામ નવાવી અને હાફિઝ ઇબ્ને રજબ (રહમતુલ્લાહિ અલૈહિમ) ની તરફથી હજ કરી છે. શેખ ફરમાવે છે કે આ ઇમામોના પુસ્તકોથી મને ઘણો ફાયદો થયો છે, હું તેમને મારા ઉપકારક (મોહસિન) માનું છું.
----
ઉમર બિન અબ્દુલ અઝીઝ (રહમતુલ્લાહ) ની વીંટી પર કોતરેલું હતું: "અલ-વફાઉ અઝીઝ" — વફા (વફાદારી) દુર્લભ છે.
(તારીખે દમિશ્ક લિ-ઇબ્ને અસાકિર: ૪૫/૧૭૭)
----
"વફાદાર મિત્રો શોધવા એ દુશ્મન બનાવવા કરતાં ક્યાંય વધુ મુશ્કેલ છે. કોઈને દુશ્મન બનાવતા એક પળ લાગે છે, પરંતુ સાચા મિત્રની શોધમાં આખી જિંદગી વીતી જાય છે. જે કોઈને વફાદાર મિત્ર મળી જાય, તેણે તે દોસ્તીને મજબૂતીથી પકડી રાખવી જોઈએ!"
(શેખ સાલેહ અલ-ઉસૈમી હફિઝહુલ્લાહ)