મહિલાઓનું (ખવાતીનનું) સોશિયલ મીડિયા વાપરતી વખતે ખૂબ જ સાવચેત...
Ummah Post
4 November, 2026

મહિલાઓનું (ખવાતીનનું) સોશિયલ મીડિયા વાપરતી વખતે ખૂબ જ સાવચેત રહેવું જરૂરી છે, ખાસ કરીને પુરુષોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને ફોલો કરતી વખતે ખામોશી, અદબ અને ધીરજ તથા સહનશીલતા (સબ્ર-ઓ-તહમ્મુલ)નું પ્રદર્શન કરવું જરૂરી છે.

મારી બહેનો! તમે પુરુષોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ એવી રીતે ફોલો કરો જાણે કે તમે હાજર જ નથી, તેમના એકાઉન્ટ્સથી ફાયદો ઉઠાવો પરંતુ ફિતનાથી બચતા રહીને, તેમના એકાઉન્ટ્સ પર જઈને બિનજરૂરી કમેન્ટ કરવાથી દૂર રહો, એ જ રીતે વગર કારણે તેમની ટિપ્પણીઓ અને કમેન્ટ્સ પર રિપ્લાય આપવાથી પણ દૂર રહો, કારણ કે આમ કરવાથી બધાનું ધ્યાન તમારી તરફ ખેંચાઈ શકે છે, અને તમે ફિતનાનું કારણ બની શકો છો, એટલા માટે પુરુષોની પોસ્ટ્સ પર કમેન્ટ કરવાનું એ જ રીતે તેમની પોસ્ટ્સ પર દિલ કે ફૂલ કે તેના જેવા ઈમોજીસ વાપરવાથી બચો, કારણ કે આનાથી તમારી ઈજ્જત, હયા (શરમ), તકવા અને તમારા ગૌરવ (વકાર)માં ઘટાડો આવી શકે છે.

તેથી સાવચેતી રાખો, પોતાની હયા અને ગૌરવને જાળવી રાખો, અને પુરુષોની પોસ્ટ્સ પર ટિપ્પણીઓ કે પુરુષોની કમેન્ટ્સ પુરુષો માટે જ છોડી દો.

ઉમ્મે મુહમ્મદ ખુશનુમા મુસલેહુદ્દીન

જામિયા ઉમ્મુલ કુરા મક્કા મુકર્રમા

Share this article
અમેરિકાના ઇતિહાસની એક અજીબ આત્મહત્યા
લેખો

અમેરિકાના ઇતિહાસની એક અજીબ આત્મહત્યા

રોનાલ્ડ ઓબુસ નામના વ્યક્તિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું તો સૌથી સરળ રસ્તો અપનાવ્યો અને તે એ કે જે ઇમારતમાં તે રહેતો હતો ત્યાંથી કૂદી પડે. તેણે ઇમારતના દસમા માળેથી છલાંગ લગાવી દીધી અને પોતાના પરિવારજનો માટે એક પત્ર છોડ્યો જેમાં તેણે આત્મહત્યાનું કારણ એ જણાવ્યું કે તે જિંદગીથી નિરાશ થઈ ગયો હતો. પરં...