સમાજની એક મોટી કમજોરી એ છે કે ક્યારેક મોટા અથવા ઉંમરમાં આપણાથી વધુ લોકોની ખોટી વાત અથવા જહાલતને ફક્ત એટલા માટે કબૂલ કરી લેવામાં આવે છે કે તેઓ મોટા છે.
ઇસ્લામમાં મોટાઓનો એહતેરામ જરૂર છે, પરંતુ એહતેરામનો અર્થ એ નથી કે તેમની દરેક વાતને દુરસ્ત માની લેવામાં આવે. જો કોઈ વાત કુરઆન અને સુન્નત અથવા અક્લે-સલીમની વિરુદ્ધ હોય તો અદબ સાથે તેમની ઇસ્લાહ કરી શકાય છે.
એટલે કે મોટાઓનો અદબ પોતાની જગ્યાએ, પરંતુ હકને હક માનવો અને ભૂલને ખોટી સમજવી પણ જરૂરી છે.