એક નવજવાન પાકિસ્તાનનો અમેરિકા ચાલ્યો ગયો અને ત્યાં જઈને તે ત્યાંની જ જિંદગીમાં ગુમ થઈ ગયો. તેની ઓફિસમાં એક ઈસાઈ છોકરી હતી, તેની સાથે તેના સંબંધો બની ગયા અને તેણે નક્કી કરી લીધું કે મારે આ છોકરી સાથે લગ્ન કરવાં છે. તેણે જવાબ આપ્યો કે હું મારા માતા-પિતા સાથે સલાહ કરીશ.
માતા-પિતા તેના પાક્કા ઈસાઈ હતા. તેઓ મુસલમાનને પસંદ જ કરતા ન હતા.
પરંતુ દીકરીની વાતને તેઓ રદ પણ કરી શકતા ન હતા. ત્યારે તેમણે કહ્યું કે જો આ નવજવાન અમારી શરતો પૂરી કરી દે તો પછી અમે તારાં લગ્ન તેની સાથે કરી દઈશું, અને શરતો તેમણે એવી વિચિત્ર રાખી કે તેમને ખાતરી હતી કે તે પૂરી નહીં કરી શકે.
પહેલી શરત એ રાખી કે જો લગ્ન થઈ ગયાં તો આ નવજવાન પોતાની જગ્યા છોડશે અને અમારા ઘરની નજીક આવીને પોતાનું ઘર લેશે અને ત્યાં રહેશે.
નવજવાને આ વાત કબૂલ કરી લીધી.
બીજી શરત એ હતી કે જ્યાં સુધી તેનું મિત્રવર્તુળ છે (દોસ્તો છે) તે બધાને સંપૂર્ણપણે છોડી દેશે. ન ફોનનો સંપર્ક, ન એમ જ મળવું-મળાવું. અમારી કમ્યુનિટીના જે લોકો છે, આ તેમને પોતાના દોસ્ત બનાવશે, તેમની સાથે પોતાનો સંપર્ક-સંબંધ રાખશે.
તેણે આ વાત પણ કબૂલ કરી લીધી. આ
ત્રીજી શરત તેમણે એ લગાવી કે પોતાના માતા-પિતા સાથે પણ હંમેશ માટે આ પોતાનો સંપર્ક તોડી દેશે. તે નવજવાને આ શરત પણ માની લીધી.
પાંચમી શરત વિચિત્રમાં વિચિત્ર કે અમે સન્ડેના દિવસે અમારા ચર્ચમાં જઈએ છીએ તો આ અમારી સાથે સન્ડેના દિવસે ચર્ચમાં પણ જતો રહેશે. તેણે આ શરત પણ માની લીધી.
તે છોકરીના પ્રેમમાં એવો આંધળો થયો કે તેણે બધું છોડી દીધું. એટલે જ્યાં આ રહેતો હતો, ખબર પડી કે આ એક દિવસ ત્યાંથી ગાયબ થઈ ગયો. ન ઓફિસવાળાઓને ખબર, ન દોસ્તોને ખબર. એક મહિનો, બે મહિના ખૂબ તેને શોધવામાં આવ્યો પરંતુ ખબર જ નથી કે ક્યાં ગયો. અને તે દેશ પણ એટલો મોટો છે કે કોઈ ગુમ થવા માગે તો તે બહુ આરામથી ગુમ થઈ શકે છે. લોકો એક વર્ષ સુધી તો તેને યાદ કરતા રહ્યા. આખરે તેમની મેમરીમાંથી પણ તેની વાતો નીકળવા લાગી. લગભગ ત્રણ વર્ષ જેટલો સમય આ રીતે પસાર થઈ ગયો.
એક દિવસ ઇમામ સાહેબ મસ્જિદમાં ફજરની નમાઝ માટે આવ્યા તો તેમણે જોયું કે આ નવજવાન આવ્યો અને વુઝૂ કરવા લાગ્યો. તેઓ ખૂબ હેરાન થયા. આ જમીનમાંથી નીકળી આવ્યો કે ક્યાંકથી ઉપરથી ટપકી પડ્યો. કઈ બાજુથી આ માણસ આવી ગયો. ખેર! તેઓ ખૂબ સમજદાર હતા. તેમણે નમાઝ પઢાવી અને તેને પોતાની સાથે અંદર રૂમમાં લઈ ગયા અને કહ્યું: ભાઈ! તમારી સાથે તો અમારે મોટો સંબંધ હતો, આટલો સમય અમે એકબીજાથી દૂર રહ્યા, આવો એક કપ ચા-કૉફી પી લો. પછી તેમણે પૂછ્યું: તમારી સાથે શું બન્યું? તો તેણે આખો કિસ્સો સંભળાવ્યો:
કહેવા લાગ્યો કે તે છોકરીના પ્રેમમાં મેં મારું બધું છોડી દીધું, લગ્ન થઈ ગયાં.
હું તેની સાથે જિંદગી પસાર કરવા લાગ્યો, મારી પાસે મુસલમાન હોવાની દેખીતી રીતે કોઈ નામ-નિશાની ન હતી. સિવાય એક નિશાનીના કે મારી જે કિતાબો હતી તે એક જગ્યાએ પડેલી હતી, તેમાં એક કુરઆન મજીદ હતું. જ્યારે સવારે રોજ હું તૈયાર થઈને ઓફિસ જવા લાગતો, કિતાબો પર મારી નજર પડતી તો કુરઆન મજીદને જોઈને મને અલ્લાહની યાદ આવતી, અલ્લાહનું ધ્યાન આવતું. હું મારા દિલમાં કહેતો કે બંદા! તું ઇચ્છાઓ પાછળ લાગી ગયો, તું છે ગુનેગાર પરંતુ જો! સાચા અલ્લાહનો આ સાચો કલામ તારા ઘરમાં મોજૂદ છે. બસ આટલો જ તસવ્વુર મારી જિંદગીમાં હતો. રોજ આવતા-જતા તેના પર મારી નજર પડતી અને આ ખ્યાલ મારા દિલમાંથી પસાર થતો. આટલા કમજોર સંબંધે પણ આ બચ્ચાનો ઈમાન બચાવી લીધો
શું થયું?
કહે છે કે હું એક દિવસ આવ્યો તો જોયું કે તે કિતાબ ત્યાં મોજૂદ ન હતી. કહે છે મેં બીવીને કહ્યું કે એક કિતાબ અહીં હતી તે ક્યાં છે? તેણે કહ્યું: મેં આજે ઘરની સફાઈ કરી, જે કિતાબને ન હું વાંચું છું ન તમે વાંચો છો, મેં તે ટ્રેશ કેનમાં નાખીને કચરાના ઢગલામાં ફેંકી દીધી.
કહે છે જેવું મેં સાંભળ્યું, હું તે જ સમયે ઊઠ્યો અને હું તે તરફ ગયો જ્યાં તેણે કિતાબો ફેંકી હતી. બહાર જઈને મેં કુરઆન મજીદને શોધ્યું, તેને ચૂમ્યું, આંખોએ લગાવ્યું, છાતીએ લગાવ્યું
તે બારીમાંથી મને જોઈ રહી હતી કે આ કરી શું રહ્યો છે? જ્યારે પાછો ઘરે આવ્યો તો તે કહે છે: આ શું પાગલો જેવી હરકતો કરી રહ્યા છો?
મેં કહ્યું: આ મારા અલ્લાહનું કુરઆન છે અને આ મારા ઘરમાં હંમેશાં રહેશે.
તેણે કહ્યું: સારું, હજી તમારા અંદર તે જીવાણુઓ મોજૂદ છે.
તે છોકરીએ પોતાની બ્રીફકેસ ઉઠાવી અને પોતાના વાલિદૈનને હાલાત જણાવવા ચાલી ગઈ અને મેં પણ જૂતાં પહેર્યાં અને મસ્જિદમાં પોતાના રબને મનાવવા માટે આવી ગયો.
કુરઆન મજીદ સાથે તેનો આટલો કમજોર સો સંબંધ હતો, મહોબ્બતનો આ સંબંધ પણ આ બંદા માટે ઈમાન બચવાનું કારણ બની ગયો.