અલ્લાહના મદદગારો અને તેની મદદ તથા સમર્થનના હકદાર લોકોની લાક્...
Ummah Post
By Mohd
6 November, 2020

અલ્લાહના મદદગારો અને તેની મદદ તથા સમર્થનના હકદાર લોકોની લાક્ષણિકતાઓ એ છે કે જો તેમને દુનિયામાં શાસન અને હુકુમત આપવામાં આવે, તો તેમનું વ્યક્તિગત ચારિત્ર્ય દુરાચાર અને અહંકારના બદલે નમાઝ કાયમ કરવાનું (ઇકામતે-સલાત) હોય. તેમની દોલત મોજશોખ અને વાસનાઓ પાછળ ખર્ચ થવાના બદલે ઝકાત આપવામાં (ઇતાએ-ઝકાત) વપરાય. તેમની સરકાર નેકીને દબાવવાના બદલે તેને પ્રોત્સાહન આપવાની સેવા કરે અને તેમની શક્તિ બુરાઈઓને ફેલાવવાના બદલે તેને દબાવવામાં ઉપયોગ થાય. પરંતુ એ નિર્ણય કે ધરતીની વ્યવસ્થા કયા સમયે કોને સોંપવી એ માત્ર અલ્લાહના જ હાથમાં છે. અહંકારી (મગરૂર) બંદાઓ એ ગેરસમજમાં છે કે પૃથ્વી અને તેના રહેવાસીઓની કિસ્મતના નિર્ણયો કરનારા તેઓ પોતે જ છે. પરંતુ જે શક્તિ એક નાના એવા બીજને વિશાળ વૃક્ષ બનાવી દે છે અને એક વિશાળ વૃક્ષને સૂકા લાકડામાં ફેરવી નાખે છે, તેની જ પાસે એ કુદરત (શક્તિ) છે કે જેના દબદબાને જોઈને લોકો વિચારતા હોય કે ભલા આમને કોણ હલાવી શકશે, તેમને એવી રીતે પાડી દે કે તેઓ દુનિયા માટે ઇબ્રત (બોધપાઠ) નો નમૂનો બની જાય, અને જેમને જોઈને કોઈ અંદાજો પણ ન લગાવી શકે કે આ લોકો પણ ક્યારેય બેઠા થઈ શકશે, તેમને એવા સરબુલંદ (ઉચ્ચ) કરે કે દુનિયામાં તેમની મહાનતા અને શ્રેષ્ઠતાના ડંકા વાગી જાય.

Share this article
સ્ત્રીનું સ્થાન: ઇસ્લામ પહેલા અને પછી
લેખો

સ્ત્રીનું સ્થાન: ઇસ્લામ પહેલા અને પછી

યુનાનીઓ કહે છે કે સ્ત્રી સાપ કરતાં પણ વધુ ખતરનાક છે. સુક્રાત (સોક્રેટીસ) નું કહેવું હતું કે સ્ત્રી કરતાં વધુ દુનિયામાં ફિત્ના અને ફસાદ (અરાજકતા અને અશાંતિ) ફેલાવનારી કોઈ વસ્તુ નથી. બોના વિટ્ટીયરનું કથન છે કે સ્ત્રી એ વીંછી જેવી છે જે ડંખ મારવા માટે જ તત્પર રહે છે. યુહન્ના (જોન) નું કથન છે કે...