*હુઝૂર ﷺ નો ચેહરા-એ-અનવર (નૂરવાળો ચેહરો):*
હઝરત ઇબ્ને અબ્બાસ (રઝિયલ્લાહુ અન્હુમા) ફરમાવે છે: હુઝૂર ﷺ ના જે દંદાન-એ-મુબારક (પવિત્ર દાંત) હતા, તે ન તો એવા હતા કે (વધુ) અંતર હોય અને ન તો એવા કે એકબીજાની ઉપર ચઢેલા હોય. આપ ﷺ ના જેટલા પણ દંદાન-એ-મુબારક હતા, તે પોતપોતાની જગ્યાએ એવી રીતે ફિટ હતા જેમ મોતી અને નગીના ફિટ હોય છે. વચ્ચે સામાન્ય-સામાન્ય અંતર (જગ્યા) હતું.
સૈયિદા આયશા (રઝિયલ્લાહુ અન્હા) ફરમાવે છે: હુઝૂર ﷺ જો વાતચીત દરમિયાન કોઈ વાત પર મુસ્કુરાતા હતા, તો આપ ﷺ ની મુસ્કુરાહટના કારણે તે દંદાન-એ-મુબારકમાંથી એવી મનમોહક રોશની નીકળતી હતી કે જો તેનો પડછાયો (અક્સ) દીવાલ પર પડતો, તો અલ્લાહ તઆલા દીવાલને પણ રોશન (પ્રકાશિત) કરી દેતા હતા. સુભાન અલ્લાહ!
(શમાઇલ-એ-તિર્મિઝી શરીફ)