મલફૂઝ: ખુદા સુધી પહોંચવાનો સરળ રસ્તો
*મલફૂઝાતે હકીમુલ ઉમ્મત...
Ummah Post
24 April, 2026

મલફૂઝ: ખુદા સુધી પહોંચવાનો સરળ રસ્તો

*મલફૂઝાતે હકીમુલ ઉમ્મત મુજદ્દિદુલ મિલ્લત હઝરત મૌલાના મુહમ્મદ અશરફ અલી થાનવી રહમતુલ્લાહી અલયહ*

*ખુદા સુધી પહોંચવાનો સરળ રસ્તો*

ઇરશાદ ફરમાવ્યો કે આપણે આપણી અપૂર્ણ (અધૂરી) હાલત પર સંતોષ ન માનવો જોઈએ, બલ્કે કમાલે દીન (દીનની પૂર્ણતા) હાંસલ કરવાની કોશિશ કરવી જોઈએ. જેની રીત એ છે કે નેક કાર્યો (આમાલ) ને શ્રેષ્ઠ બનાવવામાં આવે, ફરાઈઝ અને વાજીબાત (ફરજિયાત કાર્યો) અદા કરવામાં કોઈ બેદરકારી ન થાય, મુહર્રમાત (હરામ કાર્યો) નું આચરણ ન થાય, અને કાર્યોને શ્રેષ્ઠ બનાવવામાં નફ્સ (મન) નો જે વિરોધ આડે આવે છે, તેનો ઈલાજ કામિલીન (પૂર્ણતા પામેલા બુઝુર્ગો) ની સોહબત (સાથ) અખત્યાર કરવાનો છે. તેમની પાસે જવું જોઈએ અને જો જઈ ન શકાય તો તેમની સાથે પત્રવ્યવહારનો સંબંધ રાખવો જોઈએ, જેમાં નકામી વાતો ન લખવી બલ્કે પોતાને દર્દી અને તેમને હકીમ (તબીબ) સમજીને પોતાની આધ્યાત્મિક પરિસ્થિતિઓથી તેમને માહિતગાર કરતા રહેવું જોઈએ. પછી તે પછી તેઓ જે કંઈ પણ બતાવે તેના પર અમલ કરવો અને તેમના આદેશોનું પાલન કરવું જોઈએ. બસ આ જ રસ્તો છે ખુદા સુધી પહોંચવાનો, જેનાથી વધુ સરળ રસ્તો કોઈ બતાવી શકે નહીં.

(અલ-કમાલ ફિદ્દીન લિર્રિજાલ, મવાઇઝે અશરફિયા, ભાગ ૧, પાનું ૨૬૦)

Share this article
ચાલાક અમીર અને સમજદાર ખેડૂતની વાર્તા
લેખો

ચાલાક અમીર અને સમજદાર ખેડૂતની વાર્તા

એક શાતિર અને ચાલાક માલદાર (અમીર) માણસ કોઈ ગામમાં એક ખેડૂત પાસે પહોંચ્યો અને તેને પાર્ટનરશિપ (ભાગીદારી) ની ઓફર કરી, કે રકમ મારી હશે અને મહેનત તારી! પરંતુ જ્યારે પાક તૈયાર થઈ જશે તો જે ભાગ જમીનની અંદર હોય છે તે તારો જ્યારે ઉપરનો બધો મારો હશે (આ ચાલાકી તેણે એટલા માટે કરી કે જમીનમાં મૂળ હોય છે જે આ મૂર્...