ઇમામ હાર્કિમ રહમતુલ્લાહ બયાન કરે છે: અમને અમારા ઉસ્તાદ અબુ અ...
Ummah Post
10 October, 2024

ઇમામ હાર્કિમ રહમતુલ્લાહ બયાન કરે છે: અમને અમારા ઉસ્તાદ અબુ અલ-વલીદ રહમતુલ્લાહ તેમની વીંટી બતાવી જેના પર કોતરેલું (નકશી) હતું: "અલ્લાહ જ હસ્સાન બિન મુહમ્મદનો આસરો છે."

અબુ અલ-વલીદ કહે છે: અમને અમારા ઉસ્તાદ અબ્દુલ મલિક બિન મુહમ્મદ બિન અદી રહમતુલ્લાહ તેમની વીંટી બતાવી જેના પર કોતરેલું હતું: "અલ્લાહ જ અબ્દુલ મલિક બિન મુહમ્મદનો આસરો છે."

અબ્દુલ મલિક કહે છે: અમને અમારા ઉસ્તાદ રબી બિન સુલેમાન રહમતુલ્લાહ તેમની વીંટી બતાવી જેના પર કોતરેલું હતું: "અલ્લાહ જ રબી બિન સુલેમાનનો આસરો છે."

રબી કહે છે: અમને અમારા ઉસ્તાદ શાફઈ રહમતુલ્લાહ તેમની વીંટી બતાવી જેના પર કોતરેલું હતું: "અલ્લાહ જ મુહમ્મદ બિન ઇદ્રીસનો આસરો છે."

(તબકાત ઉલમા અલ-હદીસ લિ-ઇબ્ન અબ્દ અલ-હાદી: ૩/૯૦)

Share this article
ફઝલ બિન રબીઅની ઉદારતા
લેખો

ફઝલ બિન રબીઅની ઉદારતા

એક માણસે ફઝલ બિન રબીઅના નામે એક નકલી (ખોટો) પત્ર લખ્યો, જેમાં પોતાના માટે એક હજાર દીનાર આપવાનો હુકમ લખીને સહી કરી દીધી હતી. તે માણસ પત્ર લઈને ફઝલ બિન રબીઅના ખજાનચી (કેશિયર) પાસે પહોંચ્યો. તેણે પત્ર વાંચી લીધો પણ તેને કોઈ શંકા ન ગઈ. તે તેને એક હજાર દીનાર આપવા જ જતો હતો કે તે જ સમયે ફઝલ બિન રબીઅ કોઈ ક...