ગુમનામ પરંતુ અહમ કિરદાર (ભૂમિકા) ધરાવતા લોકો

એક સબક આમોઝ...
Ummah Post
5 September, 2025

ગુમનામ પરંતુ અહમ કિરદાર (ભૂમિકા) ધરાવતા લોકો

એક સબક આમોઝ (બોધદાયક) પોસ્ટ...

ઘડિયાળમાં ત્રણ સોય હોય છે જેમાં એક સોય સેકન્ડ વાળી સોય તરીકે પ્રખ્યાત છે.

આ સેકન્ડ વાળી સોય પોતાનું અસ્તિત્વ તો ધરાવે છે પણ તેનો ઉલ્લેખ કરવામાં આવતો નથી. બધા એમ જ કહે છે કે દસ વાગીને પંદર મિનિટ થઈ છે. ક્યારેય કોઈએ એવું નથી કહ્યું કે દસ વાગીને પંદર મિનિટ અને ચાર સેકન્ડ થઈ છે.

જ્યારે આ સેકન્ડ વાળી સોય બાકીની બંને સોય કરતાં વધુ મહેનત અને મજૂરી કરે છે અને તે બંનેને પણ આગળ વધવામાં મદદ કરે છે.

આપણા જીવનમાં પણ ઘણા લોકો આ સેકન્ડ વાળી સોય જેવા જ હોય છે જેમનો ઉલ્લેખ ક્યાંય નથી હોતો પરંતુ આપણને આગળ વધારવામાં તેમનો કિરદાર (ભૂમિકા) ચોક્કસ હોય છે.

___________📝📝📝___________

મનકૂલ (સાભાર).

પસંદગી: ઇસ્લામિક ટ્યુબ એપ

Share this article
મૃત્યુ પછીની કડવી વાસ્તવિકતા
લેખો

મૃત્યુ પછીની કડવી વાસ્તવિકતા

તમને દફનાવીને પાછા આવતાની સાથે જ તમારા પરિવારજનોનું ધ્યાન વિદાય લેતા મહેમાનોના જમવાની વ્યવસ્થા તરફ જશે કે તેમને જમાડીને વિદાય કરીએ. એક અઠવાડિયું પસાર થશે, તમારા બાળકોનું સ્કૂલે જવાનું ફરી શરૂ થઈ જશે. બે અઠવાડિયા પસાર થશે, અફસોસ (શોક) વ્યક્ત કરવા આવનારાઓની અવરજવર બંધ થઈ જશે. ત્રણ અઠવાડિયા સુ...