અસ્સલામુ અલયકુમ

ઇસ્લામિક ઇતિહાસ
ભાગ (એપિસોડ) નંબર 2

જ...
Ummah Post
8 October, 2024

અસ્સલામુ અલયકુમ

ઇસ્લામિક ઇતિહાસ

ભાગ (એપિસોડ) નંબર 2

જમીન અને આકાશની પેદાશ (ઉત્પત્તિ)

અલ્લાહ તઆલાએ આખી કાયનાત (સૃષ્ટિ) અને તેની તમામ વસ્તુઓને બેમિસાલ (અજોડ) પેદા કરી છે. કુરાન મજીદમાં જમીન અને આકાશની પેદાશનો ઉલ્લેખ ઘણી જગ્યાએ આવ્યો છે અને કેટલીક જગ્યાએ સ્પષ્ટતા સાથે જણાવવામાં આવ્યું છે કે કોને કેટલા દિવસોમાં પેદા કરવામાં આવ્યું છે. આ બધી આયતોને સામે રાખ્યા પછી ખબર પડે છે કે પહેલા જમીનનો માદ્દો (તત્વ/પદાર્થ) તૈયાર કરવામાં આવ્યો અને તે હજી તે જ સ્થિતિમાં હતો કે આકાશના માદ્દાને ધુમાડાના સ્વરૂપમાં બનાવવામાં આવ્યો, પછી જમીનને તેના વર્તમાન સ્વરૂપમાં ફેલાવવામાં આવી અને સાથે જ તેની તમામ વસ્તુઓ પેદા કરવામાં આવી, ત્યારબાદ સાતો આકાશો બનાવવામાં આવ્યા. આ રીતે જમીન, આકાશ અને તેમની વચ્ચેની વસ્તુઓ અસ્તિત્વમાં આવી. આ બધું કામ કુલ છ દિવસમાં પૂર્ણ થઈ ગયું. ખુદ અલ્લાહ તઆલા કુરાન મજીદમાં ફરમાવે છે: "અમે જ જમીન અને આકાશ તથા તેમની વચ્ચેની વસ્તુઓને છ દિવસમાં પેદા કરી છે, અને અમને તેમની પેદાશમાં થાકનો સહેજ પણ અહેસાસ નથી થયો." (સૂરહ કાફ: ૩૮).

Share this article
લોકો સાથે સમય વિતાવો, સાધનો સાથે નહીં
લેખો

લોકો સાથે સમય વિતાવો, સાધનો સાથે નહીં

આજે મેં મારા પિતા સાથે બેંકમાં એક કલાક વિતાવ્યો હતો, કારણ કે તેમણે કેટલાક પૈસા ટ્રાન્સફર કરવાના હતા. હું મારી જાતને રોકી ન શક્યો અને પૂછ્યું. "બાબા, આપણે તમારી ઇન્ટરનેટ બેંકિંગ કેમ ચાલુ નથી કરી દેતા?" "હું એવું કેમ કરું?" તેમણે પૂછ્યું. "બરાબર, તો પછી તમારે ટ્રાન્સફર જેવી વસ્તુઓ માટે અહીં...