અસ્સલામુ અલયકુમ
ઇસ્લામિક ઇતિહાસ
ભાગ (એપિસોડ) નંબર 1
અલ્લાહ તઆલાએ કલમની રચના કરી (પેદા કરી)
અલ્લાહ તઆલા હંમેશાથી છે અને હંમેશા રહેશે. દરેક વસ્તુને અલ્લાહ તઆલાએ જ પેદા કરી છે અને એક દિવસ તેના જ હુકમથી આખી કાયનાત (સૃષ્ટિ) ખતમ થઈ જશે. કુરાન મજીદમાં અલ્લાહ તઆલા ફરમાવે છે કે દરેક વસ્તુ નષ્ટ થઈ જશે અને માત્ર તમારા ઇજ્જત અને બુઝુર્ગી (મહિમા અને સન્માન) વાળા રબની જાત બાકી રહેશે. (સૂરહ અર્-રહેમાન ૨૬ થી ૨૭). હઝરત ઉબાદા બિન સામિત રઝિયલ્લાહુ તઆલા અન્હુ બયાન કરે છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમે ફરમાવ્યું: "(આ દુનિયાની તમામ વસ્તુઓમાં) સૌથી પહેલા અલ્લાહ તઆલાએ કલમને પેદા ફરમાવી અને તેને લખવાનો આદેશ આપ્યો, તેણે અર્ઝ કરી: હે મારા રબ! હું શું લખું? અલ્લાહ તઆલાએ તેને કયામત સુધીની આખી કાયનાતની તકદીર લખવાનો હુકમ આપ્યો." (અબૂ દાઊદ: ૪૭૦૦). પછી તેણે તે સમયથી કયામત સુધી થનારી તમામ વસ્તુઓને લખી દીધી. એક બીજી હદીસમાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમે ફરમાવ્યું: "અલ્લાહ તઆલાએ મખ્લૂક (સૃષ્ટિ) ની તકદીરને જમીન અને આકાશની પેદાશથી પચાસ હજાર વર્ષ પહેલાં લખી રાખી છે." (મુસ્લિમ: ૬૭૪૮). તે સમયથી કયામત સુધી દુનિયામાં જે કંઈ પણ થાય છે કે થશે, કલમ તે બધી વસ્તુઓને અલ્લાહના હુકમથી પહેલાથી જ લખી ચૂકી છે.