અમીન અહસન ઇસ્લાહી રહમતુલ્લાહ લખે છે:

"માણસ જ્યાં સુધી પત્...
Ummah Post
7 October, 2024

અમીન અહસન ઇસ્લાહી રહમતુલ્લાહ લખે છે:

"માણસ જ્યાં સુધી પત્ની (બીવી) વગરનો રહે છે, ત્યાં સુધી તે કંઈક અંશે ખાનાબદોશ (ભટકતા માણસ) જેવો રહે છે અને તેની ઘણી બધી ક્ષમતાઓ (સલાહિયતો) સંકોચાયેલી અને દબાયેલી રહે છે. તેવી જ રીતે સ્ત્રી જ્યાં સુધી પતિ (શૌહર) વગરની રહે છે, તેની સ્થિતિ પણ એ વેલા જેવી હોય છે જે સહારાના અભાવે ફેલાવા, ખીલવા અને ફળ આપવાથી વંચિત રહી જાય છે. પરંતુ જ્યારે સ્ત્રીને પતિ મળી જાય છે અને પુરુષને પત્નીનો સાથ મળી જાય છે, ત્યારે બંનેની ક્ષમતાઓ ખીલી ઉઠે છે અને જીવનના મેદાનમાં જ્યારે તેઓ બંને મળીને સંઘર્ષ (જેહમત) કરે છે, ત્યારે અલ્લાહ તઆલા તેમના સંઘર્ષમાં બરકત આપે છે અને તેમની પરિસ્થિતિ તદ્દન બદલાઈ જાય છે!"

[તદબ્બુરે કુરઆન 5/400]

Share this article
કાશ આપણે પણ આવા મુસ્લિમ બની જઈએ
લેખો

કાશ આપણે પણ આવા મુસ્લિમ બની જઈએ

અલ્જીરિયાની જાણીતી અને આરબ જગતની સૌથી લોકપ્રિય એન્કર અને પત્રકાર ખદીજા બિન્ત કુન્હા પોતાની અમેરિકા યાત્રા વિશે જણાવે છે કે તેઓ એક સુપરસ્ટોરમાં શોપિંગ કર્યા પછી કાઉન્ટર પર પેમેન્ટ માટે પોતાની વારાની રાહ જોઈ રહ્યા હતા, તે જ સમયે એક હિજાબધારી મુસ્લિમ મહિલા એક મોટું બોક્સ ખેંચતી આવી પહોંચી. બોક્સ કદાચ ઘ...