શું સ્ત્રી એકલી તરબિયત (ઉછેર) ન કરી શકે ❗ ⬇️
ઇતિહાસ સાક્ષી...
Ummah Post
29 July, 2025

શું સ્ત્રી એકલી તરબિયત (ઉછેર) ન કરી શકે ❗ ⬇️

ઇતિહાસ સાક્ષી છે કે ઘણા મહાન વિદ્વાનોને તેમની માતાઓ અથવા નજીકની મહિલાઓએ જ સંવાર્યા છે અને મહાનતાનો માર્ગ બતાવ્યો છે.

🔹 ઇમામ બુખારીને તેમની માતાએ તરબિયત આપી હતી.

🔹 ઇમામ શાફઇને તેમની માતાએ શિક્ષણ અને તરબિયતના ઘરેણાંથી શણગાર્યા હતા.

🔹 ઇમામ અહમદ બિન હમ્બલનો ઉછેર પણ તેમની માતાના હાથે થયો હતો.

🔹 ઇમામ હાફિઝ ઇબ્ને હજરનો ઉછેર તેમની બહેને કર્યો હતો.

🔹 ઇમામ ઇબ્ને તૈમિયાનું નામ તેમની દાદી "તૈમિયા" તરફથી છે, જેઓ એક વિદ્વાન અને ઉપદેશક મહિલા હતા.

✦ સ્ત્રીઓ જ પુરુષોની અસલ ઘડવૈયા છે.

જ્યારે સ્ત્રી સુધરે છે ત્યારે ઘર સુધરે છે અને જ્યારે ઘર સુધરે છે ત્યારે આખો સમાજ નિખરી જાય છે.

ટૂંકમાં એ કે સ્ત્રીની તરબિયત, ચારિત્ર્ય અને જ્ઞાન તથા સમજણની અસર પેઢીઓ સુધી જાય છે.

Share this article
હઝરત મૌલાના હુસૈન અહમદ મદનીની અડગ દ્રઢતા (ઇસ્તિકામત)
લેખો

હઝરત મૌલાના હુસૈન અહમદ મદનીની અડગ દ્રઢતા (ઇસ્તિકામત)

એક વખત હઝરત મૌલાના હુસૈન અહમદ મદની (રહ.) પર દેશદ્રોહ (ગદ્દારી) નો કેસ ચાલ્યો અને ફિરંગીની (અંગ્રેજોની) અદાલત હોલ કરાચીમાં તેમની પેશી થઈ. મૌલાના મોહમ્મદ અલી જૌહર અને બીજા ઘણા અકાબરીન (વરિષ્ઠ નેતાઓ) પણ ત્યાં હાજર હતા. ફિરંગીએ બોલાવ્યા અને કહ્યું, "હુસૈન અહમદ! આ જે તમે ફતવો આપ્યો છે કે અંગ્રેજોની ફોજમા...