ઇમામ અબૂ હનીફા રહમતુલ્લાહ (૧૫૦ હીજરી) એ તેમના શાિગર્દ (શિષ્ય...
Ummah Post

ઇમામ અબૂ હનીફા રહમતુલ્લાહ (૧૫૦ હીજરી) એ તેમના શાિગર્દ (શિષ્ય) અબૂ યુસુફ રહમતુલ્લાહ (૧૮૨ હીજરી) ને વસીયત (શિખામણ) આપતા કહ્યું:

"લોકો સાથે બહુ વધારે મેળજોળ ન રાખો સિવાય કે તેઓ તમારી સાથે મેળજોળ રાખવા માંગતા હોય. અને જ્યારે પણ તમે તેમને મળો ત્યારે ઇલ્મ (જ્ઞાન) ની વાતો શરૂ કરી દો. જેથી તેમનામાંથી જે કાબિલ (લાયક) હોય તે ઇલ્મ સાથે વ્યસ્ત થઈ જાય, અને જે નકામો હોય તે તમારાથી કતરાવવાનું (બચવાનું) શરૂ કરી દે, અને તમારા પ્રત્યેનો જોડાણ ખતમ કરી દે, બલ્કે તમારી નજીક પણ ન ભટકે."

(મનાકિબ અબી હનીફા લિલ-મુવફ્ફક અલ-મક્કી: ૨/૧૧૪)

Share this article
કુતરાઓ માટે કુર્બાની ન કરો ખુદારા...!! (ઈદ-ઉલ-અઝહાની એક હૃદયસ્પર્શી વાર્તા)
લેખો

કુતરાઓ માટે કુર્બાની ન કરો ખુદારા...!! (ઈદ-ઉલ-અઝહાની એક હૃદયસ્પર્શી વાર્તા)

આ ઘટના એક મધ્યમવર્ગીય પરિવાર સાથે જોડાયેલી છે. એક પિતાની આપવીતી સાંભળો જે કુર્બાની કરવા અસમર્થ છે. "બાબા.... બાબા .... આપણને પણ ગોશ્ત (માંસ) મળશે ને?" મેં કહ્યું: "હા હા કેમ નહીં, બિલકુલ મળશે." "પરંતુ બાબા ....ગઈ ઈદ પર તો કોઈએ પણ આપણને ગોશ્ત નહોતું આપ્યું, હવે તો આખું વર્ષ થઈ ગયું ગોશ્ત જો...