✿ તિલાવતનો હક
અલ્લામા ગઝાલી રહિતમુલ્લાહ (વફાત: ૫૦૫ હિજરી) ફર્મવે છે:
કુરાનની તિલાવતનો હક તો એ છે કે તેમાં જીભ, બુદ્ધિ અને હૃદય ત્રણેય સામેલ હોય; જીભ તરતીલ (ધીમેથી અને સ્પષ્ટ) સાથે અક્ષરોની સાચી અદાયગીમાં મદદ કરે, બુદ્ધિ તેના અર્થોને સ્પષ્ટ કરતી જાય, અને હૃદય શિખામણ તથા આજ્ઞાપાલન દ્વારા અસર સ્વીકારે; આમ જીભ તરતીલમાં, બુદ્ધિ ભાષાંતર (અર્થ સમજવામાં) અને હૃદય શિખામણ સ્વીકારવામાં વ્યસ્ત હોય.
ઇહ્યા ઉલુમુદ્દીન: ૧/૨૮૭