હજ કમિટી ઓફ ઈન્ડિયાની જાહેરાત આવી ગઈ છે. સાઉદી સરકારે હજ 2026 માટેની તૈયારીઓ સત્તાવાર રીતે શરૂ કરી દીધી છે. આ સંદર્ભમાં, હજ કમિટીઓ દ્વારા હજ માટે જવા ઈચ્છુક વ્યક્તિઓ હજ કમિટીની સત્તાવાર વેબસાઈટ અથવા 'હજ સુવિધા' (Haj Suvidha) મોબાઈલ એપ્લિકેશન દ્વારા પોતાની અરજી સબમિટ કરી શકે છે. અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. કૃપા કરીને આ નોંધી લેશો અને વહેલામાં વહેલી તકે અરજી સંબંધિત પ્રક્રિયા પૂર્ણ કરી લેશો.
યા અલ્લાહ, અમને સૌને પણ હજનું સદભાગ્ય (સઆદત) નસીબ ફરમાવજે. ❤️