ખુદી (આત્મગૌરવ)ની ફિલસૂફી સાંભળીને દુઆઓ પણ ધ્રૂજી ઊઠે છે,
દિલના દીવાની ગરમી (તપિશ)થી પવનો પણ ધ્રૂજી ઊઠે છે.
તમારા કેદખાનાના સળિયા જરા મજબૂત રાખજો તમે,
કારણ કે શાહીન (બાજ પક્ષી) પાંખો ફફડાવે તો આકાશ પણ ધ્રૂજી ઊઠે છે.
અમને સૂળીએ ચડાવીને પણ તમે ખૂબ નિરાશ થશો,
અમારા સ્મિતને જોઈને સજાઓ પણ ધ્રૂજી ઊઠે છે.
..........
— આબી મખનવી