*ખિલાફત હોય તો આવી હોય...!!*
હઝરત ઉમર બિન ખત્તાબ (રઝિ.) ખિલાફત સંભાળ્યા પછી બૈતુલ-માલ (ખજાના) માં આવ્યા તો લોકોથી પૂછ્યું કે:
"હઝરત અબુ બક્ર (રઝિ.) શું-શું કરતા હતા?"
તો લોકોએ જણાવ્યું કે:
"તેઓ નમાઝથી ફારિગ (નવરા) થઈને ખાવાનો થોડો સામાન લઈને એક તરફ નીકળી જતા હતા...!"
તમે પૂછ્યું કે ક્યાં જતા હતા:
"લોકોએ જણાવ્યું કે એ નથી ખબર, બસ તે તરફ નીકળી જતા હતા...!"
તમે (રઝિ.) ખાવાનો સામાન લીધો અને લોકોથી પૂછતા પૂછતા તે તરફ નીકળી પડ્યા કે "હઝરત અબુ બક્ર (રઝિ.) કઈ જગ્યાએ જતા હતા?" પૂછતાં પૂછતાં તમે એક ઝૂંપડી સુધી પહોંચી ગયા. ત્યાં જઈને જોયું તો એક વૃદ્ધ માણસ બંને આંખોથી અંધ છે અને તેના ચહેરા પર ચાંદા/લકવો થયેલો છે. તેણે જ્યારે કોઈના આવવાનો અવાજ સાંભળ્યો તો ખૂબ જ ગુસ્સામાં બોલ્યો કે "છેલ્લા ત્રણ દિવસથી ક્યાં ચાલ્યા ગયા હતા તમે...?"
તમે (રઝિ.) શાંત રહ્યા અને તેમને જમાડવાનું શરૂ કર્યું તો તેણે ગુસ્સાથી કહ્યું કે:
"શું વાત છે, એક તો ત્રણ દિવસ પછી આવ્યા છો અને જમાડવાની રીત પણ ભૂલી ગયા છો...?"
તમે (રઝિ.) જ્યારે આ સાંભળ્યું તો રડવા લાગ્યા અને તેને જણાવ્યું કે:
"હું ઉમર છું અને જે તમને જમાડતા હતા, તેઓ મુસ્લિમોના ખલીફા અબુ બક્ર (રઝિ.) હતા, અને તેમનું અવસાન થઈ ચૂક્યું છે...!"
જ્યારે તે વૃદ્ધે આ વાત સાંભળી તો ઊભો થઈ ગયો અને કહ્યું કે:
"હે ઉમર! મને કલમો પઢાવીને મુસ્લિમ કરી દો. છેલ્લા બે વર્ષથી તે માણસ રોજ મારી પાસે આવતો અને મને જમાડતો રહ્યો, એક દિવસ પણ તેણે મને ન જણાવ્યું કે હું કોણ છું...!"
વૃદ્ધ માણસે જણાવ્યું કે તેઓ પોતાના મોં વડે રોટલીનો કોળિયો નરમ (ચાવીને) કરીને મને જમાડતા હતા.
*હવાલો: (કન્ઝુલ ઉમ્માલ, કિતાબુલ ફઝાઇલ)*