યુદ્ધની આહટ (ણકારા)
બે અઠવાડિયા સુધી અવઢવની (અસમંજસની) સ્થિતિમાં રહ્યા પછી, આજે યુદ્ધનું પલ્લું નમતું હોય તેવું લાગી રહ્યું છે. સવારથી જ આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ વૈકલ્પિક માર્ગો અપનાવી રહી છે અને પાકિસ્તાની હવાઈ ક્ષેત્રથી સાવચેતીપૂર્વક બચી રહી છે. આ અત્યાર સુધીનો સૌથી સંવેદનશીલ સંકેત છે; સીધી વાત છે કે આંતરરાષ્ટ્રીય સમુદાયને સંદેશ આપી દેવામાં આવ્યો છે.
એક ભાજપના મતદારે મને કહ્યું કે હુમલો નક્કી જ છે, જો લશ્કરી કાર્યવાહી નહીં થાય તો મોદીને વોટ નહીં મળે; જ્યારે તેમણે હજુ બીજા દસ વર્ષ ખુરશી પર રહેવાનું છે. જો એટેક નહીં કરે તો હિન્દુઓ વોટ નહીં આપે. તેણે વધુમાં ઉમેર્યું કે યુદ્ધ સાત દિવસ ચાલશે, પાકિસ્તાની કાશ્મીર આપણી સાથે જોડાઈ જશે, બલૂચિસ્તાન આઝાદ થશે અને નવું પાકિસ્તાન માત્ર પંજાબ, સિંધ અને સરહદી વિસ્તારો પૂરતું મર્યાદિત રહેશે, જેનાથી પાડોશી દેશ અડધી સદી પાછળ ધકેલાઈ જશે.
દેખીતી રીતે જ આમાંની મોટાભાગની વાતો અતિશયોક્તિભરી છે, જે 'ગોદી મીડિયા'ની ટ્રેનિંગની અસર છે; પરંતુ વોટવાળી વાત મહત્વની છે. ખરેખર સાહેબ માટે 'કરો કે મરો' જેવી સ્થિતિ છે. જેઓ યુદ્ધને દૂરની વાત સમજે છે તેઓ કહે છે કે જીત ન મળવાની સ્થિતિમાં સાહેબની શાખ ધૂળમાં મળી જશે; પણ આ ભ્રમ છે. યુદ્ધમાં સાહેબની ઐતિહાસિક જીત નક્કી છે; કારણ કે યુદ્ધ ૧૦ ટકા મેદાનમાં લડાશે અને ૯૦ ટકા મીડિયામાં લડાશે. મીડિયા આખું તેમનું છે, તેઓ કાર્યવાહીના પહેલા જ કલાકમાં જીતની જાહેરાત કરી દેશે. જે મીડિયાએ ભારતીયોને એક અઠવાડિયાથી એવું મનાવી રાખ્યું છે કે આસિમ મુનીર પરિવાર સહિત ફરાર છે, તેના માટે પાડોશી દેશનો અંત સ્વીકારાવવો કોઈ મોટી વાત નથી. જેને મીડિયાના નેરેટિવ સામે વાંધો હશે, તેણે દેશદ્રોહની કલમોનો સામનો કરવો પડશે.