`સારા ગુલામ (બંદા)ની સિફત અપનાવો`

ઇમામ ઇબ્ન અલ-જૌઝી (રહમત...
Ummah Post
5 May, 2025

`સારા ગુલામ (બંદા)ની સિફત અપનાવો`

ઇમામ ઇબ્ન અલ-જૌઝી (રહમતુલ્લાહી અલયહી) ફરમાવે છે:

"મેં એક વૃદ્ધ મહિલાને જોઈ કે તેઓ ઝોહરની અઝાન પહેલાં જ વઝૂ કરી રહ્યા હતા. મારાથી રહેવાયું નહીં એટલે મેં તેમને પૂછી લીધું: 'શું ઝોહરની અઝાન થઈ ગઈ છે?'

તે વૃદ્ધ મહિલાએ જવાબ આપ્યો:

'أنا أذهب إليه قبل أن يناديني'

(હું તેના [અલ્લાહના] તરફ તેના બોલાવ્યા (અઝાન) પહેલાં જ ચાલી જાઉં છું.)"

ઇમામ ઇબ્ન અલ-જૌઝી (રહમતુલ્લાહી અલયહી) કહે છે: "ત્યાર પછી મને સમજાયું કે હું એક ખરાબ બંદો છું."

મહાન મુહદ્દિસ ઇમામ સુફિયાન બિન ઉયયનાહ (રહમતુલ્લાહી અલયહી) ફરમાવે છે:

"તમે એવા ખરાબ ગુલામ જેવા ન બનો જે માત્ર બોલાવવામાં આવે ત્યારે જ આવે છે."

- અલ-તબ્સિરાહ લિલ-ઇમામ ઇબ્ન અલ-જૌઝી; પૃ. ૧૩૧

Share this article
કેટલાક સાલિહીનોના અવસાનની હાલત :
લેખો

કેટલાક સાલિહીનોના અવસાનની હાલત :

❶. મહાન મુહદ્દિથ અને ઉસ્તાદ-ઉત-તબીર ઈમામ મુહમ્મદ બિન સિરીન ؒ પર અવસાન સમયે રુદન આવ્યું અને તેઓ કહી રહ્યા હતા કે "મને વીતેલી જિંદગીની ખામીઓ, જન્નતમાં લઈ જનારા અમલોમાં કમી અને જહન્નમથી બચાવનારા અમલોની અછત પર રડવું આવી રહ્યું છે"ـ (કિતાબ અલ-આકિબહ / 69) ❷. પ્રખ્યાત ફકીહ અને મુહદ્દિથ ઈબ્રાહીમ નખઈ ؒ અવ...