કુરાનની આયત

لَّا یَمَسُّهٗۤ اِلَّا الْمُطَهَّرُوْنَؕ(۷۹)(سورۃ الواقعہ)
અનુવાદ
તેને એ જ લોકો અડે છે જે ખૂબ પાક છે. (૭૯)(આસાન તર્જુમા-તુલ-કુરઆન) એટલે કે: રાજેહ તફસીર મુજબ આનાથી મુરાદ ફરિશ્તાઓ છે, અને કાફિરોના આ ઇશ્કાલનો જવાબ આપવામાં આવી રહ્યો છે કે અમે આ કેવી રીતે યકીન કરી લઈએ કે અલ્લાહ તઆલાનો કલામ કોઈ કમી-ઝિયાદતી વગર પોતાની અસલી સુરતમાં અમારી પાસે પહોંચી રહ્યો છે અને કોઈ શૈતાન વગેરેએ આમાં કોઈ તસર્રુફ કર્યો નથી? તેનો આ જવાબ આપવામાં આવ્યો છે કે કુરઆન કરીમ લૌહે મહફૂઝમાં દર્જ છે અને તેને પાક ફરિશ્તાઓ સિવાય કોઈ બીજું અડી પણ શકતું નથી, જો કે અહીં ખૂબ પાકથી મુરાદ ફરિશ્તાઓ છે, પરંતુ આમાં એક ઈશારો એ તરફ પણ માલૂમ થાય છે કે જેવી રીતે આલમે બાલામાં પાક ફરિશ્તાઓ જ તેને અડે છે, તેવી જ રીતે દુનિયામાં પણ એ જ લોકોએ અડવું જોઈએ જેઓ પાક હાલતમાં હોય, ચુનાંચે અહાદીસોમાં કુરઆન કરીમને વઝૂ વગર અડવાની મનાઈ આવી છે.(આસાન તર્જુમા-તુલ-કુરઆન)
એવી નમાઝ હવે કોણ પઢશે?
લેખો

એવી નમાઝ હવે કોણ પઢશે?

વર્ણવાય છે કે ઇસામ બિન યુસુફ, હઝરત હાતિમ અસમ રહમતુલ્લાહ અલૈહની મજલિસમાં આવ્યા અને તેમના પર વાંધો ઉઠાવવા (એતરાઝ કરવા) ચાહતા હતા. તેથી ઇસામે હાતિમને કહ્યું: "હે અબુ અબ્દુર્રહમાન!" (આ હાતિમની કૂન્યત એટલે કે ઉપનામ છે) "આપ નમાઝ કઈ રીતે અદા કરો છો?" હાતિમ રહમતુલ્લાહ અલૈહે તેમની તરફ ધ્યાન આપીને ફરમાવ્યું:...

અન્ય પુસ્તકો

વધુ પુસ્તકો

Latest Naats

More Naats

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર