અને જુઓ અમે તમને જરૂર અજમાવીશું, (ક્યારેક) ભય (ખૌફ) થી અને (ક્યારેક) ભૂખથી (ક્યારેક) માલ વ જાન અને ફળોમાં ઘટાડો કરીને અને જે લોકો (આવી પરિસ્થિતિમાં) સબ્ર (ધીરજ) થી કામ લે તેમને ખુશખબરી સંભળાવી દો. (૧૫૫) (આસાન તરજુમા કુરાન)
તેથી હું તમને એક અદભુત અને ઇબ્રત નાક (બોધદાયક) કિસ્સો (હિકાયત) સંભળાવું છું જે મેં મૌલાના ફતહ મોહમ્મદ સાહેબ રહમતુલ્લાહ અલયહ પાસેથી સાંભળ્યો હતો. મૌલાના ફરમાવે છે કે શેખ દહાન (તેલના વેપારી) જે મક્કા મુકર્રમાના એક મોટા આલિમ (વિદ્વાન) હતા, તેમણે ફરમાવ્યું કે મક્કા મુકર્રમામાં એક આલિમનું અવસાન થયું અને...