નવી દિલ્હી: દિલ્હીના દ્વારકા સેક્ટર ૧૩માં આવેલા સબદ એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે ભીષણ આગ લાગી હતી, જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. અહેવાલો અનુસાર, આગની જ્વાળાઓએ ઇમારતને ઘેરી લીધી હતી અને ૨ થી ૩ લોકો ઇમારતમાં ફસાયા હોવાની આશંકા છે. તાત્કાલિક બચાવ કામગીરી દિલ્હી ફાયર સર્વિસિસ તાત્કાલિક કાર્યવાહીમાં લાગી ગઈ હતી અને ૮ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલ્યા હતા. આગને કાબુમાં લેવા અને ફસાયેલા લોકોને બચાવવા માટે સ્કાયલિફ્ટનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કોઈપણ સંભવિત જાનહાનિ ટાળવા માટે ફાયર ફાઇટર બચાવ કામગીરીમાં વ્યસ્ત છે. તપાસ ચાલુ છે આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ દિલ્હી ફાયર સર્વિસિસ અને સ્થાનિક પોલીસ તેની તપાસ કરી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, અને વધુ વિગતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.