✍🏻નોકર ખૂબ જ આજ્ઞાકારી હતો. માલિકે ખુશ થઈને તેનો પગાર પાંચ હજાર વધારી દીધો.
તેની આજ્ઞાકારિતામાં કોઈ ફરક ન પડ્યો, પરંતુ તે બહુ વધારે કૃતજ્ઞ પણ ન થયો.
માલિકને ખૂબ ગુસ્સો આવ્યો કે મેં તેનો પગાર વધાર્યો પણ તેણે સરખી રીતે આભાર પણ ન માન્યો.
તેણે આવતા મહિને પગાર પાંચ હજાર ઓછો કરી દીધો.
નોકરની આજ્ઞાકારિતા હજુ પણ એવી જ રહી, તેણે કોઈ ફરિયાદ ન કરી.
માલિકે તેને તેડાવ્યો અને કહ્યું, "બહુ અજીબ માણસ છો, મેં તમારો પગાર પાંચ હજાર વધાર્યો, પછી ઘટાડી દીધો. તમે જેવા હતા તેવા જ રહ્યા. આ બધું શું છે?"
નોકર બોલ્યો, "ઓહ! તમે પોતાને રાઝિક (અન્નદાતા) સમજી લીધા હતા?
મારે ત્યાં દીકરો જન્મ્યો તો તેના બીજા જ દિવસે તમે પગાર પાંચ હજાર વધારી દીધો. હું સમજી ગયો કે જે ખાલિકે (સર્જનહારે) બાળક આપ્યું છે, તેણે જ તેના રિઝ્ક (રોજી-રોટી)ની વ્યવસ્થા પણ સાથે જ કરી દીધી છે, એટલે તેનો જ આભાર માન્યો.
પછી જે દિવસે મારી માતાનું અવસાન થયું, તે જ દિવસે તમે પગાર ઓછો કરી દીધો. મેં જાણી લીધું કે તેઓ પોતાનું રિઝ્ક પોતાની સાથે લઈ ગયા, એટલે ત્યારે પણ અલ્લાહનો શુક્ર અદા કરીને સંતુષ્ટ રહ્યો."
🖋️પછી બોલ્યો, "સાહેબે, આ રોજી-રોટીના ફેંસલા ક્યાંક બીજે જ થાય છે. આપણે તો બસ મહોરા છીએ જેમને આગળ-પાછળ કરીને માત્ર કારણો ઊભા કરવામાં આવે છે."