મને યાદ છે કે દેવબંદમાં જ્યારે મારી ઉંમર આશરે દસ-બાર વર્ષની હતી, એક દિવસ ફજરની નમાઝના સમયે સખત વાવાઝોડું, મુસળધાર વરસાદ અને વીજળીના ગડગડાટના કારણે વાલિદ સાહેબ (મુફ્તી મુહમ્મદ શફી સાહેબ) મસ્જિદ જઈ શક્યા નહીં અને નમાઝ ઘરમાં જ અદા કરી. બીજી તરફ દાદા અબ્બા, જેઓ મસ્જિદના આશિક અને જમાત સાથે નમાઝ પઢવાના પર...