મુહક્કક મસાલા

પડેલી વસ્તુ ઉઠાવવી

લુકતા એટલે કે પડેલી વસ્તુ કોઈ વ્યક્તિની તે ખોવાયેલી મિલકત છે જેને કોઈ અન્ય વ્યક્તિ ઉઠાવી લે. લુકતાનું ઉઠાવવું ક્યારેક મુસ્તહબ હોય છે, ક્યારેક મુબાહ અને ક્યારેક હરામ. જો ડર હોય કે ન ઉઠાવવાની સ્થિતિમાં તે સામાન નષ્ટ થઈ જશે, તો અસલ માલિક સુધી પહોંચાડવાની નીયતથી તેને ઉઠાવી લેવું મુસ્તહબ છે, બલકે શવાફે (શાફઈ મઝહબ) ના નઝદીક વાજિબ છે. જો નુકસાનનો ડર ન હોય તો તેને ઉઠાવવું મુબાહ છે, અને આ નીયતથી ઉઠાવવું કે તે પોતે રાખી લેશે અને અસલ માલિક સુધી નહીં પહોંચાડે, તો આ હરામ છે, કારણ કે આપ ﷺ એ ફરમાવ્યું: "લુકતા એટલે કે પડેલી વસ્તુ ઉઠાવવી તેના માટે હલાલ છે જે એલાન (જાહેરાત) નો ઈરાદો રાખતો હોય." (અહમ મસાઈલ/ભાગ:૧/પાના:૧૨૩)

સાજિશ હોય તો આવી!
લેખો

સાજિશ હોય તો આવી!

એક માણસ પોતાની પત્નીને લઈને એક ધાર્મિક વિદ્વાન (આલિમ) પાસે આવ્યો અને કહેવા લાગ્યો: "હઝરત સાહેબ! આ મારી પત્ની છે, તેના પર અચાનક કોઈ વળગાડનો હુમલો થયો છે, કદાચ જીન સવાર થયો છે." જ્યારે ઈમામ સાહેબે દમ-દુરૂદ (દુઆ) કર્યો તો જીન વાતો કરવા લાગ્યો. હઝરત સાહેબ: "અત્યારે ને અત્યારે બહાર નીકળ, નહિતર હું....