મુહક્કક મસાલા

તીજો, દસમો અને ચાલીસમો કરવો કેવો છે?

કેટલાક વિસ્તારોમાં મય્યિતના ઈસાલે સવાબ માટે તીજો, સાતમો, દસમો, ચાલીસમો, છમાસિક અને વાર્ષિક જમણવાર રાંધીને ખવડાવવામાં આવે છે, ઇસ્લામી શરીઅતમાં તેની કોઈ અસલ (આધાર) નથી. શૈખ અબ્દુલ હક મુહદ્દિસ દેહલવી પોતાના પુસ્તક "જામિઉલ બરકાત" માં લખે છે કે 'બેહતર આનસ્ત કિ ન ખુરદ', એટલે કે વધુ સારું એ છે કે આવા પ્રકારનું જમણ ન જમે. જો કોઈને ઈસાલે સવાબ કરવો જ હોય તો શરીઅતની રીત પ્રમાણે કરે, ન તેમાં જમવાની કોઈ કેદ હોય અને ન તો કોઈ દિવસો નક્કી કરવામાં આવે, જે કંઈ પોતાની શક્તિ મુજબ ઉપલબ્ધ હોય તે ગરીબો અને મિસ્કીનોમાં વહેંચી દે. રસમે ફાતિહા અને કુલ ખ્વાની વગેરે બિદઅત છે. (અહમ મસાઇલ / જિ: 2 / પૃ: 39)

કુઆર્નનો મોજિઝો (ચમત્કાર) અને એક અમેરિકન ડોક્ટરનું ઇસ્લામ સ્વીકારવું
લેખો

કુઆર્નનો મોજિઝો (ચમત્કાર) અને એક અમેરિકન ડોક્ટરનું ઇસ્લામ સ્વીકારવું

ઇસ્લામ સ્વીકારવાની આ ઘટના આશ્ચર્યજનક પણ છે અને પ્રેરણાદાયી પણ છે. આશ્ચર્યજનક એ દ્રષ્ટિએ કે કુઆર્નના અવતરણને આશરે દોઢ હજાર વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં આજ સુધી આ નુક્તા (મુદ્દા) પર કોઈની નજર નહોતી ગઈ, જે એક અમેરિકન ડોક્ટરના ઇસ્લામ સ્વીકારવાનું કારણ બની. અને પ્રેરણાદાયી એ પાસાથી છે કે અલ્લાહના કિ...