મુહક્કક મસાલા

જે લગ્નમાં સેહરા બાંધવા, આતશબાજી, ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી અને અન્ય રિવાજો અને ખુરાફાત (દૂષણો) થતા હોય, તો આવા લગ્નમાં સામેલ થવું, ખાસ કરીને તે ઉલમાઓ માટે જે મુક્તદા (જેમનું અનુસરણ કરવામાં આવે છે) હોય, અને પહેલેથી તેમને તેની જાણ પણ હોય, તે દુરસ્ત નથી. અને જો પહેલેથી તેની જાણ ન હતી અને હાજર થઈ ગયા, તો આ ખુરાફાતોથી રોકે, અને જો રોકવાની શક્તિ (કુદરત) ન હોય તો પાછા આવી જાય, અને સામેલ ન થાય. (અહમ મસાઈલ / જિ: ૪ / પૃ: ૧૧૬)

રાજાનું શીંગડું:
લેખો

રાજાનું શીંગડું:

એક રાજા હંમેશા પોતાનું માથું ઢાંકીને રાખતો હતો. તેને ક્યારેય કોઈએ ખુલ્લા માથે જોયો ન હતો. ઘણા લોકોએ આ રહસ્ય જાણવાનો પ્રયત્ન કર્યો, પરંતુ રાજા દર વખતે ખૂબ જ કુશળતાથી વાત વાળી લેતો અને જવાબ આપવાથી બચી જતો. એક દિવસ તેના ખાસ વજીરે (મંત્રીએ) રાજા પાસેથી આ રહસ્ય જાણવાનું નક્કી કરી લીધું. હંમેશની જેમ રા...