મુહક્કક મસાલા

જો કોઈ વ્યક્તિ કોઈની પાસેથી કરજ લે અને કરજ આપનાર (લેણદાર) પાસે પોતાની મોટરસાયકલ ગીરો રાખે, તો કરજ આપનાર માટે તેનો ઉપયોગ કરવો જાયઝ નથી. જોકે, જો ઉપયોગનું ભાડું બજારના ભાવ મુજબ નક્કી કરીને તેને કરજમાં ગણી લેવામાં (મહસૂબ કરવામાં) આવે તો આ જાયઝ છે, પરંતુ હવે અક્દ-એ-રહન (ગીરોનો કરાર) ખતમ થઈને અક્દ-એ-ઇજારા (ભાડાનો કરાર) થઈ જશે, અને તજદીદ-એ-કબ્ઝા (કબ્જાનું નવીનીકરણ) જરૂરી બનશે. (અહમ મસાઈલ / જિ: ૪ / પૃ: ૧૫૬)

દીકરાનું ઈસ્લામ સ્વીકારવું: એક ફ્રેન્ચ માતાની આશ્ચર્યજનક ઈચ્છા
લેખો

દીકરાનું ઈસ્લામ સ્વીકારવું: એક ફ્રેન્ચ માતાની આશ્ચર્યજનક ઈચ્છા

એક ફ્રેન્ચ મહિલા પોતાના ચૌદ વર્ષના દીકરાને લઈને ફ્રાન્સના એક ઈસ્લામિક સેન્ટરમાં આવી જેથી તેનો દીકરો મુસલમાન થઈ જાય. તેઓ બંને ઈસ્લામિક સેન્ટર પહોંચ્યા અને સેન્ટરના ડાયરેક્ટરની ઓફિસમાં જઈને બાળકે મુલાકાત લીધી. બાળકે કહ્યું, "મારી મમ્મી ઈચ્છે છે કે હું મુસલમાન થઈ જાઉં." ઈસ્લામિક સેન્ટરના ડાયરેક્ટરે બાળ...