મુહક્કક મસાલા

કેટલાક વિસ્તારોમાં એવો રિવાજ હોય છે કે જે સ્ત્રીનો કોઈ ભાઈ નથી હોતો, તે કોઈ અજાણ્યા વ્યક્તિને પોતાનો મોં બોલ્યો ભાઈ બનાવી લે છે, તેવી જ રીતે જે માણસની કોઈ બહેન નથી હોતી, તે કોઈ અજાણ્યા સ્ત્રીને પોતાની મોં બોલી બહેન બનાવી લે છે, અને આ મોં બોલ્યા ભાઈ કે બહેનને હકીકી ભાઈ-બહેનનો દરજ્જો આપીને તેનાથી પરદો પણ કરવામાં આવતો નથી, જ્યારે શરીયતમાં મોં બોલ્યા ભાઈ કે બહેનની કોઈ હેસિયત નથી, તેઓ અજાણ્યા છે, અને તેમનાથી પરદો જરૂરી છે. (અહમ મસાઈલ / જિ: ૬)

અલ્લાહનો ડર અને ક્ષમા: સહીહ મુસ્લિમની એક ઇમાન અફરોઝ હદીસ
લેખો

અલ્લાહનો ડર અને ક્ષમા: સહીહ મુસ્લિમની એક ઇમાન અફરોઝ હદીસ

એક હદીસ હઝરત અબૂ હુરૈરા (રઝીઅલ્લાહુ અન્હુ) થી વર્ણવાયેલી છે... તેઓ ફર્માવે છે કે એક વખત હઝરત મોહમ્મદ પયગંબર (સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ) એ અગાઉના ઉમ્મતોના એક માણસનો કિસ્સો બયાન ફર્માવ્યો... કે એક માણસ હતો જેણે પોતાના આત્મા (જાન) પર મોટો ઝુલ્મ કર્યો હતો... મોટા મોટા ગુનાહ કર્યા હતા... ખૂબ જ ખરાબ જિંદગી...