મુહક્કક મસાલા

રોઝાની હાલતમાં કય (ઊલટી) નો હુકમ?

રોઝાની હાલતમાં જો આપોઆપ કય થઈ જાય તો તેનાથી રોઝો તૂટતો નથી, ભલે તે મોં ભરીને હોય કે તેનાથી ઓછી, અને જો જાણીજોઈને રોઝો યાદ હોવાની હાલતમાં દાખલા તરીકે આંગળી નાખીને કય કરી, તો મોં ભરીને કય કરવાની સૂરતમાં સર્વસંમતિથી રોઝો તૂટી જશે. અને જો મોં ભરીને કરતાં ઓછી હોય તો આ બાબતમાં મતભેદ છે, હઝરત ઇમામ મુહમ્મદથી ઝાહિરુર રિવાયહમાં મર્વી (વર્ણવેલ) આ છે કે રોઝો તૂટી જશે, જ્યારે હઝરત ઇમામ અબૂ યૂસુફનો કૌલ આ છે કે રોઝો તૂટશે નહીં. કેટલાક ફુકહાએ ઇમામ અબૂ યૂસુફના કૌલને તરજીહ આપી છે. પરંતુ ઇમામ મુહમ્મદના કૌલમાં એહતિયાત (સાવચેતી) વધારે છે. (કિતાબુલ મસાઇલ ૨/૧૫૫-૧૬૩) (કિતાબ: કિતાબુન નવાઝિલ / ભાગ: ૬ / પાના: ૩૮૯)

આધુનિક સુખ-સુવિધાઓ અને રાજા-મહારાજાઓ: કૃતજ્ઞતાનો પાઠ
લેખો

આધુનિક સુખ-સુવિધાઓ અને રાજા-મહારાજાઓ: કૃતજ્ઞતાનો પાઠ

કારૂન નહોતો જાણતો કે આપણા ખિસ્સામાં રહેલું એટીએમ (ATM) કાર્ડ તેની ચાવીઓની જગ્યા લઈ લેશે, જેની ચાવીઓ મજબૂત માણસો પણ ઉપાડી શકતા નહોતા...!! કિસરા (ફારસનો રાજા) નહોતો જાણતો કે આપણા ડ્રોઇંગ રૂમનો સોફો તેના તખ્ત (સિંહાસન) કરતાં વધુ આરામદાયક છે...!! કૈસર (સીઝર), જેના ગુલામો તેના માથા પર શાહમૃગના પીંછ...