મુહક્કક મસાલા

આંખમાં દવા નાખવી રોઝા માટે કેમ મુફ્સિદ (રોઝો તોડનાર) નથી?

રોઝાની હાલતમાં સુરમો લગાવવો અથવા આંખમાં દવા નાખવી મુફ્સિદ નથી; કારણ કે આંખ અને હલક (ગળા) ની વચ્ચે સીધો કોઈ રસ્તો નથી. અને હલકમાં જે સુરમા અથવા દવાની અસર અનુભવાય છે, તે બારીક રગોના માધ્યમથી છે, અને આવી અસર રોઝા માટે બાધક નથી. (કિતાબ: કિતાબુન નવાઝિલ / ભાગ: ૬ / પાના: ૩૫૮)

ઘી ચોર કર્મચારી
લેખો

ઘી ચોર કર્મચારી

એક માણસ કરિયાણાની એક દુકાનમાં નોકરી કરતો હતો. તે કોઈને કોઈ બહાને દુકાનમાંથી કંઈક ને કંઈક ચોરી કરતો રહેતો હતો. દુકાનનો માલિક ખૂબ જ સદગુણી (ખુશ અખ્લાક) અને ઈમાનદાર માણસ હતો. સમય પસાર થતો ગયો અને દસ-બાર વર્ષ વીતી ગયા. અલ્લાહે માલિકને ખૂબ બરકત આપી અને તેની દુકાન શહેરની સૌથી મોટી દુકાન બની ગઈ. રોજની લ...