મુહક્કક મસાલા

જો કોઈ શખ્સને નમાઝ દરમિયાન કોઈ રુકન અદા કરવા કે ન કરવા વિશે શંકા થાય, અને તે એક રુકન અદા કરવા એટલે કે ત્રણ વખત 'સુબહાન અલ્લાહ' પઢવા જેટલો સમય વિચારતો જ રહે, ન કિરાઅતમાં મશગૂલ હોય અને ન ઝિક્ર અને તસ્બીહમાં, તો આ સૂરતમાં તેના પર સજદા સહ્વ વાજિબ થશે, અને જો વિચારવા દરમિયાન નમાઝ પણ પઢતો રહ્યો તો સજદા સહ્વ વાજિબ નહીં થાય. (પુસ્તક: અહમ મસાઈલ / પૃષ્ઠ: ૭૨)

નજમુદ્દીન અય્યુબના નિકાહ અને સુલ્તાન સલાહુદ્દીન અય્યુબીનો જન્મ
લેખો

નજમુદ્દીન અય્યુબના નિકાહ અને સુલ્તાન સલાહુદ્દીન અય્યુબીનો જન્મ

ગવર્નર નજમુદ્દીન અય્યુબ મોટી ઉંમર સુધી લગ્ન કરવાની ના પાડતા રહ્યા. એક દિવસ તેમના ભાઈ અસદુદ્દીન શિરકોહે તેમને કહ્યું: "ભાઈ, તમે લગ્ન કેમ નથી કરતા?" નજમુદ્દીને જવાબ આપ્યો: "હું કોઈને મારા લાયક નથી સમજતો..." અસદુદ્દીને કહ્યું: "હું તમારા માટે માગું (સંબંધ) લાવું?" નજમુદ્દીને કહ્યું: "કોનું?"...